7 યા લીદે પોતાલ આંય લાયકે બી નાંય હોમજ્યો કા, તો પાહે યા, બાકી શબ્દ આખી દે, તે મા ચાકાર હારો ઓઅઇ જાઅરી.
યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”
યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્ચા યોકબીજાહાન વાતો કોઅન આખા લાગ્યેં, “ઈ કાય વાત હેય? કા તો પુરાં ઓદિકારા એને સામર્થ્યાકોય બુતાલ દોમકાડેહે, એને ચ્યે નિંગી જાતહેં.”
ઈસુવે આથ લાંબો કોઅયો, એને ચ્યાલ આથ લાવીન ચ્યે આખ્યાં, “મા ઇચ્છા હેય કા, તું ચોખ્ખો ઓઅઇ જો” એને તારાતુજ તો ચોખ્ખો ઓઅઇ ગીયો.
ઈસુ ચ્યાહાઆરે-આરે ગીયો, જોવે ચ્યા ગોઆપાય યેના, તોવે જોમાદારાય ચ્યાલ કોલહાક હાંગાત્યાકોય આખી દોવાડયા, ઓ પ્રભુ, તું આબદા મા કોઅહે, આંય યા લાયકે નાંય હેય, કા તુમા ગોઅમે યેય.
કાહાકા આંયબી બિજા ઓદિકારા તાબામાઅને માઅહું હેતાંવ, એને મા તાબામાંય સિપાડાહા યોક ટુકડી હેય, એને જોવે આંય યોકાલ આખતાહાવ, જો, તોવે તો જાહાય, એને બિજાલ આખતાહાવ, યે, તોવે તો યેહે, એને જોવે મા ચાકારાલ આખતાહાવ, ઈ કોઓ, તોવે તો ચ્ચાલ કોઅહે.