19 તોવે યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા બેન શિષ્યહાન હાદિન ઈસુવાપાય પુછા દોવાડયા કા, “કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
એને ચ્યા પાછે ઈસુ ચ્યા બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બેન-બેન જાઅહાલ બિજા-બિજા ગાવહામાય દોવાડા લાગ્યો, એને બુતાલ લોકહામાઅને કાડા ચ્યાહાન પુરો ઓદિકાર દેનો.
યે વાતહે પાછે પ્રભુ ઈસુય સીત્તેર શિષ્યહાન નિવડયા, એને જ્યા શેહેરાહામાય એને ગાવહામાય પ્રભુ પોતે જાં આતો, તાં ચ્યાહાન બેબુન-બેબુન કોઇન પોતાના આગાડી દોવાડયા.
પાછે ઈસુ યોકે જાગે પ્રાર્થના કોઇ રિઅલો આતો, જોવે પ્રાર્થના કોઇ પાડી, તોવે ચ્યા શિષ્યહા માઅને યોકે ચ્યાલ આખ્યાં, “પ્રભુ આમહાન પ્રાર્થના કોઅરા હિકાડ, જેહે કોઇન યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા શિષ્યહાન હિકાડયાં.”
બાકી પ્રભુવે ચ્યાહાન આખ્યાં, ઓ પોરૂષીહાય તુમા થાળી એને વાટકે ઉપે ચોળતાહા, બાકી માજે લોબ એને લુચ્ચાઈ બોઅલાજ હેય.
એને પ્રભુવે આખ્યાં, “ઈમાનદાર એને બુદ્ધિમાન કારબારી કું હેય? જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો સોમયાવોય ચ્યાહાન ખાઅના વસ્તુ દેય.
ઈ વોનાઈન પ્રભુય જોવાબ દેનો, “ઓ ડોંગ્યાહાય, કાય આરામા દિહે તુમહે ડોબહાલ એને ફૂરક્યાહાલ છોડીન પાંઈ પાજા નાંય લી જાત?
તોવે પ્રેષિતાહાય ઈસુવાલ આખ્યાં, “આમહે બોરહો આજુ મજબુત કોઅરા મોદાત કોઓ.”
તોવે ઈસુવે આખ્યાં, જોવે રાયે દાણા ઓલહો બોરહો તુમહાન રોતો, તોવે યા ઉબા સેતુરા જાડાલ તુમા આખતા કા મૂળાઇહિને ઉપડાયન દોરિયામાય જાય પોડ, એને તીં તુમહે માની જાતા.
પાછે પ્રભુ ઈસુવે આખ્યાં, યા અન્યાયી ન્યાય કોઅનારાય જીં આખ્યાં, ચ્યા બારામાય દિયાન દેયન વિચાર કોઆ.
જોવે ચ્યા ખાં બોઠલા આતા તોવે જાખી ઉબા રોઇન પ્રભુ ઈસુવાલ આખ્યાં, “ઓ પ્રભુ, એએ, મા આરદી મિલકાત ગોરગોરીબાહાલ દેય દાહું, એને માયે કાદા પાયને બી ખોટયેરીતે કર લેદા ઓરીતે ચ્યાલ ચાર ગોણા પાછો દિહી.”
એને પિત્તરાલ ઈસુવા આખલી વાત યાદ યેની, “કુકાડ વાહાયી ચ્યા પેલ્લા તું માન તીનદા નાકાર કોઇ દેહે કા તું માન નાંય વોળખે”
જ્યા યોકઠા ઓઅલા આતા ચ્યાહાય આખ્યાં, “પ્રભુ જો હાચુલ જીવી ઉઠયોહો, એને સિમોન પિત્તરાલ દેખાયહો.”
ચ્યેલ દેખીન પ્રભુલ દયા યેની, એને ચ્ચાય આખ્યાં, “રોડહે મા.”
ચ્યા શિષ્ય ઈસુવાપાય યેના તોવે ચ્યાહાય આખ્યાં, “આમહાન યોહાન બાપતિસ્મા દેનારાય તુલ પુછા દોવાડયાહા, કા કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
ઈ તીજ મરિયમ આતી, જ્યેય પાછે પ્રભુ પાગહાવોય મોઅગાં સુગંદી અત્તાર ચોપડીન ચ્યા પાગ પોતે કિહહા કોઇન નુંહયા, ચ્યે બાહા લાજરસ બિમાર આતો.
ઈસુ યોહાના કોઅતા વોદારે શિષ્ય બોનાડીન ચ્યાહાન બાપતિસ્મા દેહે. ઈ પોરૂષી લોકહાન ખોબાર ઓઈ ગીયહી, એહેકેન જોવે પ્રભુ ઈસુલ ખોબાર પોડ્યા.
થેઅયેય ઈસુલ આખ્યાં, “આંય જાઅત્યાહાવ કા મસીહ જો ખ્રિસ્ત આખાયેહે, યેનારો હેય, જોવે તો યી, તો આમહાન બોદ્યો વાતો આખી દી.”
તોવે આજુ વાહને ઉડયે તીબીરીયાસા ચ્યા જાગા પાહી યેને, જાં ચ્યાહાય પ્રભુ આભાર માન્યા પાછે બાખે ખાદેલ.
ચ્યે સમયે, આંય મા બેન સાક્ષીદારહાલ 1,260 દિહી મા સંદેશા પ્રચાર કોઅના ઓદિકાર દિહી, ચ્યા શોક કોઅના ડોગલેં પોવીન પ્રચાર કોઅરી.”