42 એને તોજ માય મોઠા પાપ હેય તે તુલ બિજા પાપ કોઅનારા માઅહાલ દોષ લાવાં નાંય જોજે. ઓ ડોંગ્યા, પેલ્લા તો મોઠા પાપ હુદરાવી લે, તોવે તું તો બાહા પાપ હુદરાવા મોદાત કોઇ હોકતોહો.
તોવે ચ્યેજ ગેડયે કુકાડ બીજાદા વાહાયો એને પિત્તરાલ ઈસુવા આખલી વાત યાદ યેની, “કુકાડ વાહાયી ચ્યા પેલ્લા તું માન તીનદા નાકાર કોઅઇ દેહે કા તું માન નાંય વોળખે” એને તોવે પિત્તર ચ્યા પોતે દુ:ખાલ તાબામાંય નાંય કોઅઇ હોક્યો એને તો હુંઅકા ટાકીન રોડાં લાગ્યો.
તું તો બાહા વાહની-વાહની બુલહે ન્યાય કાહા કોઅતોહો, જીં ચ્યા ડોળામાઅને કોચરા રોકા હેય, તુલ તો મોઠયો-મોઠયો બુલ્યો નાંય દેખાય?
જોવે તો પોતાનાજ જીવનમાય મોઠયો-મોઠયો બુલ્યો હેય, તે તુલ વાહની બુલ કોઅનારા કાદાબી માઅહા ન્યાય નાંય કોઅરા જોજે.
ઈ વોનાઈન પ્રભુય જોવાબ દેનો, “ઓ ડોંગ્યાહાય, કાય આરામા દિહે તુમહે ડોબહાલ એને ફૂરક્યાહાલ છોડીન પાંઈ પાજા નાંય લી જાત?
બાકી માયે તોહાટી પ્રાર્થના કોઅયી, કા તું માયેવોય બોરહો કોઅના બંદ નાંય કોઆ, એને પાછો પોસ્તાવો કોઇન તોવે તો બાહહાન તું માયેવોય બોરહો કોઅરા મજબુત કોઓ.”
તું તો બાહા પાપ કાહા એઅતોહો, જોવે તો જીવનમાય યોક મોઠા પાપ હેય જો તો ડોળામાય હુકળા હારકો હેય.
હારાં જાડાલ નોકામ્યે ફળે નાંય લાગેત, નાંય નોકામ્યા જાડાલ હારેં ફળે લાગેત.
“ઓ બોજ ખારાબ એને બોજ જુઠાકોય બાઆલા સૈતાના પોહા, બોદા હારાં કામહા દુશ્માન, કાય તું પ્રભુ હિદી વાટહયેન વાકડી કોઅના નાંય સોડહે?
પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.
યે સેવાયેમાય નાંય તો હિસ્સો હેય, નાંય તો ભાગ હેય, કાહાકા તો મોન પોરમેહેરા આગલા હાચ્ચાં નાંય હેય.
યાહાટી, ઓ દોષ દેનારા, તું બીજહાવોય દોષ દેતહો, તું કાયજ બાહાનો નાંય કાડી હોકે, કાહાકા જ્યેં વાતમાય તું બીજહાવોય દોષ લાવતોહો, ચ્યેજ વાતમાય પોતાલબી દોષી ઠોરાવતોહો, કાહાકા કા તું દોષ લાવતોહો, તે પોતે તીંજ કામ કોઅતોહો.
એને બોદ્યો વાતો પોરમેહેરા પાયને હેય, જ્યાંય ખ્રિસ્તાથી પોતાના હાતે આપહે મેળમિલાપ કોઅય લેદો, એને મેળમિલાપા સેવા આમહાન હોઅપી દેનહી.
યાહાટી જોવે વિસ્વાસી માઅહું બોદા ખારાબ કામ કોઅના બંદ કોએ તોવે ચ્યા જીવન પવિત્ર ઓઅરી, એને તો કિમતી વાહણા હારકો બોની જો ખાસ કામહાહાટી વાપારતેહે, એને ચ્યાલ ચ્યા દોણી વાપર કોઅરી, એને તી બોદા હારા કામહાહાટી તિયાર રોય.
બાકી જો કાદાં માઅહું યે પરમાણે જીવન નાંય જીવે, તે તો યોક ઓહડા માઅહા હારકો હેય, જો હારિરીતે નાંય એઅય હોકે કા તો આંદળો હેય. તો વિહરાય ગીયહો કા પોરમેહેરે ચ્યા-ચ્યા પાપહાલ માફ કોઅય દેનહા, જ્યેં ચ્યાય ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના પેલ્લે કોઅલે આતેં.