41 તું તો બાહા પાપ કાહા એઅતોહો, જોવે તો જીવનમાય યોક મોઠા પાપ હેય જો તો ડોળામાય હુકળા હારકો હેય.
“તુમા બિજા લોકહાવોય દોષ મા લાવહા, તે તુમાહાવોય બી બિજા લોક દોષ નાંય લાવી.
ચ્યાહાપાય વોછે વાહને માછલે બી આતેં, ચ્યાહાવોય પોરમેહેરાલ આભાર માનીન એને લોકહાન વાટાં શિષ્યહાન દેના.
શિષ્ય પોતાના ગુરુઆ કોઅતા મોઠા નાંય બોને; બાકી જ્યા બોણના પુરાં ઓઅચ, તો ગુરુવા હારકો રોય.
એને તોજ માય મોઠા પાપ હેય તે તુલ બિજા પાપ કોઅનારા માઅહાલ દોષ લાવાં નાંય જોજે. ઓ ડોંગ્યા, પેલ્લા તો મોઠા પાપ હુદરાવી લે, તોવે તું તો બાહા પાપ હુદરાવા મોદાત કોઇ હોકતોહો.
જોવે ચ્યા પુછતા રોયા, તોવે ઈસુવે ઉબા રોઇન ચ્યાહાન આખ્યાં, “તુમહેમાય જ્યાંય કોદહી પાપ નાંય કોઅયાહાં તોજ પેલ્લો દોગાડ ઠોકે.”
યાહાટી, ઓ દોષ દેનારા, તું બીજહાવોય દોષ દેતહો, તું કાયજ બાહાનો નાંય કાડી હોકે, કાહાકા જ્યેં વાતમાય તું બીજહાવોય દોષ લાવતોહો, ચ્યેજ વાતમાય પોતાલબી દોષી ઠોરાવતોહો, કાહાકા કા તું દોષ લાવતોહો, તે પોતે તીંજ કામ કોઅતોહો.
યાહાટી કા તો પોતાલ એઇન જાતો રોહે, એને તારાત વિહીરાય જાહે કા તો કોહડો આતો.