Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:24 - ગામીત નોવો કરાર

24 બાકી તુમહાન માલુમ ઓઅરા જોજે કા માન એટલે માઅહા પોહાલ દોરત્યેવોય લોકહા પાપ માફ કોઅના બી ઓદિકાર હેય.” ચ્યાહાટી ઈસુય લખવાવાળા માઅહાન આખ્યાં. “તુલ આંય આખતાહાવ, ઉઠ, તો ખાટલા લેઈને ગોઓ જો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:24
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ કૈસરીયા ફિલીપીયા ભાગામાય યેયન પોતે શિષ્યહાન પુછા લાગ્યો, “માઅહે માન, માઅહા પોહાલ કાય આખતેહે?”


“જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે આંય મા મહિમામાય યીહીં એને બોદા હોરગા દૂતહાન મા આરે લેય યીહીં, તોવે આંય બોદા લોકહા ન્યાય કોઅરાહાટી પોતે મહિમામય રાજ્યાસનાવોય બોહહી.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુયે હાચ્ચાં આખ્યાં, બાકી આંય આખતાહાવ કા આમી પાછે તુમા માઅહા પોહાલ બોજ સામર્થ હાતે પોરમેહેરા જમણી એછે બોઠલો એઅહા એને આકાશા વાદળામાઅરે યેતો એઅહા.”


ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”


એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.


બાકી તુમહાન ખોબાર પોડા જોજે કા માન એટલે માઅહા પોહાલ દોરત્યેવોય લોકહા પાપ માફ કોઅના ઓદિકાર દેનલો હેય.” ચ્યાહાટી ઈસુ લખવાવાળા માઅહાન આખહે. “તુલ આંય આખતાહાવ, ઉઠ, તો ખાટલા લેઈને ગોઓ જો.”


ઈસુવે આથ લાંબો કોઅયો, એને ચ્યાલ આથ લાવીન ચ્યે આખ્યાં, “મા ઇચ્છા હેય કા, તું ચોખ્ખો ઓઅઇ જો” એને તારાતુજ તો ચોખ્ખો ઓઅઇ ગીયો.


એને એરા, કોલહાક લોક યોક લખવાવાળા માઅહું આતા, ચ્યાલ ખાટલાવોય હુવાડીન લેય યેના, એને ચ્યા ચ્યાલ ઈસુ આતો ચ્યા ગોઅમે ઈસુ હોમ્મે લેય જાંહાટી યુક્તિ કોઅતા આતા.


કાય ઈ આખના હેલ્લા હેય? ‘તો પાપ માફ ઓઈ ગીયા’ કા ઈ આખના હેલ્લા હેય ઉઠ ચાલા લાગ?


તોવે ઈસુય પાહાય જાયને મુરદાં ખાટલાલ આથ લાવ્યો, એને ખાંદિયા ઉબા રોય ગીયા તોવે ચ્યે આખ્યાં, “ઓ જુવાન, આંય તુલ આખહુ, ઉઠ!”


પોહયી આથ દોઓઈન ઈસુવે પોહોયીલ આખ્યાં, “તાલીતા કુમ” યા મોતલાબ હેય, “ઓ પોહી, આંય તુલ આખહુ, ઉઠ.”


એહેકેન આખીન બોંબલ્યો, “ઓ લાજરસ બાઆ નિંગી યે.”


કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.


કાદાં માઅહું હોરગામાય નાંય ગીયહા બાકી કેવળ આંય, માઅહા પોહો હોરગામાઅને નિચે ઉતી યેનહો.


બાકી પોહાલ બોદા લોકહાવોય ન્યાય કોઅના બી ઓદિકાર દેનલો હેય, યાહાટી કા તો માઅહા પોહો હેય.


એને બોંબલીન આખ્યાં, “તો પાગહાવોય હિદો ઉબો ઓઅય જો” તોવે તો કુદીન ચાલા-ફિરા લાગ્યો.


ચ્યાલુજ પોરમેહેરે પ્રભુ એને તારણારો ઠોરવ્યો, ચ્યા જમણા આથાકોય ઉચો કોઅયો, કા ઈસરાયેલા લોક ચ્યાહા ખારાબ વિચાર એને વાટી વોયને પોરમેહેરાએછે ફિરે, એને ચ્યાકોય ચ્યાહા પાપહા માફી મિળવે.


પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ એનિયાસ! ઈસુ ખ્રિસ્ત તુલ હારો કોઅહે, ઉઠ, તો પાથારી લેય લે” તોવે તો તારાત ઉઠીન ઉબો રિયો.


તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.


ચ્યા દિવહા વોચમાય યોક માઅહા પોહા હારકો માટડો દેખ્યો, તો પાગહા પાટલ્યે લોગુ લાંબો ડોગલો પોવલો આતો, એને છાતી ઉપે હોના પોટો બાંદલો આતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ