38 ઈસુ સોબાયે ઠિકાણા માઅને નિંગીન સિમોના હાહુ બોજ જોરાવલી આતી તાં ગીયો એને ચ્યેહાટી ચ્યાહાય ચ્યાલ વિનાંતી કોઅયી.
બાકી ઈસુ ઠાવકોજ રિયો એને કાયજ નાંય બોલ્યો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યા પાહાય યેયન વિનાંતી કોઇન આખ્યાં, “એલ્યે થેએયેલ દોવાડી દે, આમે પાહલા બોંબાલતી યેહે.”
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
એને આમીબી આંય જાંઅહુ કા તું પોરમેહેરાપાઅને જીં કાય માગહે તી પોરમેહેર તુલ દેઅરી.”
તોવે ચ્યા બોઅયેહે ઈસુવાઇહી આખી દોવાડયા, “ઓ પ્રભુ, એએ, જ્યાવોય તું પ્રેમ કોઅતોહો તો બિમાર હેય.”
કાહાકા બિજા પ્રેષિત એને પ્રભુ બાહા યાકૂબ એને યહૂદા એને કેફા ચ્યાહા પોતાની થેએયેહેલ આરે લેય જાતહા જોવે ચ્યા મુસાફરી કોઅતાહા, તે આમહાનબી ઓ ઓદિકાર હેય કા કાદી વિસ્વાસી થેએયે આરે વોરાડ કોઇન પોતાની થેએયેહેલ આરે લેય ફિરજે.