51 એને ચ્યાહાન બોરકાત દેતાજ તો ચ્યાહાપાઅને જાતો રિયો, એને હોરગામાય લેવાય ગીયો.
પ્રભુ ઈસુ શિષ્યહાઆરે વાત કોઅયા પાછે, એને પોરમેહેરાય ઈસુલ હોરગામાય લેય લેદો, એને પોરમેહેરા જમણા આથા એછે માનાપાનાહાતે બોહી ગીયો.
તોવે તો ચ્યાહાન બેથાનીયા ગાવા પાહી લોગુ શેહેરા બારે લેય ગીયો, એને પોતા આથ ઉચકીન ચ્યાહાન બોરકાત દેની.
તોવે ચ્યે ચ્યા પાગે પોડીન મોઠા આનંદથી યેરૂસાલેમ શેહેરામાય પાછે ફિરી ગીયે.
ઈસુવે આખ્યાં, “તું માન દોઅહે મા? આજુ લોગુ આંય આબાઇહી ઉચે નાંય ગીયહો, બાકી તું મા શિષ્યહાપાય જાયને ખોબાર આખ, કા જો મા આબહો હેય તો તુમહે આબહો હેય, એને જો મા પોરમેહેર હેય તો તુમહે પોરમેહેર હેય, ચ્યાપાય આંય ઉચે જાતહાવ.”
ઈ આખીન ઈસુ ચ્યાહા દેખતા-દેખતાજ પોરમેહેરાય ચ્યાલ હોરગામાય લેય લેદો, એને વાદળાં લીદે ચ્યે ચ્યાલ આગાડી નાંય દેખી હોક્યે.
પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.
યાહાટી, ઈસુ જો હોરગામાય ગીયહો, તો પોરમેહેરા પોહો હેય, તો આમે બોદહા મોઠો મહાયાજક હેય, યાહાટી યા આમા ચ્યા બોરહાલ છોડયા વોગાર ચ્યામાયજ મજબુત બોની રોહુ, જ્યેથી આમહાય બોદહા હામ્મે કોબુલ કોઅયેલ.