36 ચ્યા યો વાતો આખતાજ આતા, તાંઉ ઈસુ પોતે ચ્યાહા વોચ્ચે યેયન ઉબો રોય ગીયો, એને ચ્યાય આખ્યાં, “તુમહાન શાંતી મીળે.”
એને તીં ગુઉ બોરકાતે લાયક્યે ઓઅરી તે તુમહે સુખ શાંતી ચ્યાહાવોય જાય, બાકી તીં લાયક્યે નાંય ઓઅરી તે તુમહે સુખ શાંતી તુમહેપાય વોળી યેઅરી.
પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.
જોવે તુમા કાદા ગોઆમાય ગીયા તોવે પેલ્લા એહેકોય આખા, યા ગોઅમે બોરકાત રોય.
આંય તુમહાન શાંતી દેતહાવ એટલે તી શાંતી જીં માયેપાંય હેય, ઈ તી શાંતી નાંય જીં દુનિયા દી હોકહે, તોહડી આંય નાંય દાંઉ, તુમા મોનામાય દુ:ખી નાંય ઓઅતા એને બીયહા મા.
માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”
યોક આઠવડયા પાછે ચ્યા શિષ્ય પાછા ગોઅમે આતા, એને થોમા ચ્યાહાઆરે આતો, એને બાઅણા બંદ આતા, તોવે ઈસુય યેયન એને વોચમાય ઉબા રોયન આખ્યાં, “તુમહાન શાંતી મીળે.”
ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.
એને ખ્રિસ્ત પેલ્લા કેફાલ દેખાયો તોવે પાછે બાર શિષ્યહાન દેખાયો.
પાછે તો યાકૂબાલ દેખાયો તોવે પાછે બોદા પ્રેષિતાહાન દેખાયો.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પ્રભુ જો શાંતી દેહે, તુમહાન કાયામ એને બોદી પરિસ્થીતીમાય શાંતી દેય, એને પ્રભુ ઈસુ તુમા બોદહાઆરે રોય.
આંય, યોહાન, ઈ પત્ર હાત મંડળ્યેહેલ લોખી રિઅલો હેય, જ્યો આસિયા વિસ્તારમાય હેય. આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર જો હેય, એને જો કાયામ આતો, એને જો યેનારો હેય, એને ચ્ચા હાત આત્માહા પાઅને, જો પોરમેહેર રાજગાદી હામ્મે હેય, તુમહાન સદા મોયા એને શાંતી મીળે.