21 બાકી ચ્યાહાય બોંબલ્યા, “હુળીખાંબાવોય ચોડવી દે, ચ્યાલ હુળીખાંબે ચોડવી દે.”
લોકહા ટોળો પાછો બોંબલી ઉઠયો, “ચ્યાલ હુળીખાંબાવોય માઆઇ ટાકાં.”
બાકી પિલાત રાજાય ઈસુવાલ છોડી દાં માગે ચ્યાહાટી આજુ ચ્યાહાન હોમજાડેહે.
આજુ તીજેદા ચ્યે ચ્યાહાન આખ્યાં, “બાકી એલે કાય જુઠા કોઅયાહાં? મોતા ડોંડ બોઅરા પોડે ઓહડા ચ્યામાય કાય નાંય મીળે ચ્યાહાટી ચ્યાલ ચાપકા માર દેવાડીન ચ્યાલ છોડી દેતહાવ,”
બાકી ચ્યા મોઠેરે બોંબાલતા લાગ્યા એને માગતા લાગ્યા, “ચ્યાલ હુળીખાંબાવોય ચોડવી દાં જોજે” એને ચ્યાહા બોંબાલના નાંય ગાઠ્યા.
બાકી ચ્યા બોંબલા લાગ્યા, “ચ્યાલ માઆઇ ટાકાં, માઆઇ ટાકાં, ચ્ચાલ હુળીખાંબાવોય ચોડવા” પિલાત રાજાય આખ્યાં, “કાય આંય તુમહે રાજાલ હુળીખાંબાવોય ચોડવી દાંઉ?” મુખ્ય યાજકાંય જવાબ દેનો, “કૈસર રાજા સિવાય આમે બિજો રાજા કાદો નાંય હેય.”
ચ્યાલ માઆઇ ટાકના લાયકે કાયજ દોષ નાંય મિળ્યો, તેરુંબી પિલાત રાજાલ વિનાંતી કોઅયી, કા ચ્યાલ માઆઇ ટાકલો જાય.