19 બારાબ્બાસે શેહેરામાય દુમાલ કોઅયેલ એને ખૂન કોઅયેલ, ચ્યાહાટી જેલેમાય ટાકલાં યોક માઅહું આતા.
ચ્યે સમયે બારાબ્બાસ નાંવા યોક માઅહું આતા, બિજા કૈદ્યાહા આરે જેલેમાય આતો, જ્યાંય રોમી સરકારા વિરુદમાય ગુનો કોઇન કાંયક લોકહાન માઆઇ ટાક્યેલ.
તોવે બોદહાય બોજ બોંબલીન આખ્યાં કા, “ચ્યાલ માઆઇ ટાકાં, એને આમહાન બારાબ્બાસ દેય દે.”
એને ચ્ચે ચ્યા હુમે એહેકોયન ફિરાદી કોઅતા લાગ્યા કા, “આમહાય ખાત્રી કોઅયી કા ઈ માઅહું રોમી સરકારા વિરુદમાય લોકહાન ચોડવેહે, કૈસરાલ કર દેયના મોનાય કોઅહે, એને પોતે ખ્રિસ્ત, રાજા આખતા વોનાયાહા.”
બાકી પિલાત રાજાય ઈસુવાલ છોડી દાં માગે ચ્યાહાટી આજુ ચ્યાહાન હોમજાડેહે.
બાકી ચ્યા ચ્યાહા ફિરાદી આજુ જોરમાય આખતા લાગ્યા, ઈહીં બોદા યહૂદીયા વિસ્તારમાય લોકહાન પોતાના હિકાડનાથી ભડકાવેહે, “એને બોદા ગાલીલ ભાગામાઅને સુરુ કોઇન ઈહીં લોગુ તો યેય ગીયહો.”
કાય તું ચ્યાજ મિસર દેશા નાંય, જો યા દિહહા પેલ્લા સરકારા વિરુદ બળવો કોઇન ચાર ઓજાર આથ્યાર બંદ લોકહાન ઉજાડ જાગામાય લેય ગીયો?”
તુમહાય ઈસુલ નાકાર કોઇ દેનો, જો પવિત્ર એને ન્યાયી હેય, બાકી તુમહાય ઈ માગણી કોઅયી કા ચ્યા બોદલે ખૂની માઅહાલ તુમહેહાટી છોડી દેય.