18 તોવે બોદહાય બોજ બોંબલીન આખ્યાં કા, “ચ્યાલ માઆઇ ટાકાં, એને આમહાન બારાબ્બાસ દેય દે.”
પિલાત રાજા પાસ્કા સણા સમાયે યહૂદીયાહાહાટી યોકા કૈદ્યાલ છોડી દેતો આતો.
બારાબ્બાસે શેહેરામાય દુમાલ કોઅયેલ એને ખૂન કોઅયેલ, ચ્યાહાટી જેલેમાય ટાકલાં યોક માઅહું આતા.
બાકી પિત્તર બાઆ બાઅણા ઈહીં ઉબો રોય ગીયો, તોવે તો બિજો શિષ્ય જો મહાયાજકા વોળખાત્યો આતો, બાઆ જાયને, બાઆઉ ઉપે રાખવાળીલ આખીન, પિત્તરાલ માજે લેય યેનો.
કાહાકા લોકહા ગીરદી ઈ બોંબાલતે ચ્યા પાહલા પોડયેં, “ચ્યાલ માઆઇ ટાકાં.”
ચ્યા લોક યે વાતે હુદુ ચ્યા વોનાતેં રિયે, તોવે મોઠે આવાજથી બોંબલ્યા, “ઓહડા માઅહાલ માઆઇ ટાકાં, ચ્યા જીવતા રોઅના યોગ્ય નાંય.”
તુમહાય ઈસુલ નાકાર કોઇ દેનો, જો પવિત્ર એને ન્યાયી હેય, બાકી તુમહાય ઈ માગણી કોઅયી કા ચ્યા બોદલે ખૂની માઅહાલ તુમહેહાટી છોડી દેય.