38 ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “પ્રભુ, એએ, ઈહીં બેન તારવાયો હેત્યો” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “બોજ હેય.”
એને એએ ઈસુવા હાંગાત્યા માઅને યોક શિષ્યે આથ લાંબો કોઇન તારવાય કાડી એને મહાયાજકા ચાકારા ઉપે ચાલાડી એને ચ્યા કાન કાપી ટાક્યો.
તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “બાકી આમી લોક આપહે વિરુદ હેય, યાહાટી જ્યા પાય પોયહા પાકીટ ઓરી તી તો લેય એને ઠેલી બી એને જ્યા પાય તારવાય નાંય મીળે તો ચ્યા ડોગલેં વેચિન યોક તારવાય વેચાતાં લેય.
જોવે ચ્યા હાંગાત્યાહાય ઈ ઓઅતા દેખ્યા ચ્યાહાય પુછ્યાં, “પ્રભુ, તારવાયે કોઇન ઠોકજે કા?”
ઈસુવે જાવાબ દેનો, “મા રાજ્ય યાં દુનિયા નાંય હેય, જોવે મા રાજ્ય યા દુનિયા રોતાં, તોવે મા શિષ્ય લોડતા, કા આંય યહૂદી આગેવાનહાકોય દોઆય નાંય જાતો, બાકી આમી મા રાજ્ય ઇહિને નાંય હેય.”
બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.
મજબુત બોરહાહાતે ચ્યા સામનો કોઆ, કાહાકા તુમા જાંઅતેહે કા યા દુનિયામાય તુમહે આર્યા વિસ્વાસી યે પરમાણે દુઃખ બોગવી રીયહા.