30 એને તુમા મા આરે મા રાજ્યમાય ખાહા એને પીયહા, બાકી સિંહાસનાવોય બોહીન ઈસરાયેલા બાર કુળહા ન્યાય કોઅહા.
ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચ્યે સમયે જોવે માઅહા પોહો ચ્યા સુંદરતામાય ચ્યા રાજગાદ્યેવોય બોહોરી, તોવે તુમા જ્યા મા શિષ્ય બોન્યાહા, તુમા હોગા બાર રાજગાદ્યેવોય બોહીન ઈસરાયેલ દેશા બાર જાત્યેહે ઉપે ન્યાય કોઅહા.”
“ધન્ય હેય જ્યા લોક આત્મિક રીતે ગરીબ હેતા, હોરગા રાજ્ય ચ્યાહા હાટીજ હેય.
એને આંય તુમહાન આખતાહાવ કા પૂર્વ એને પચ્છીમ એસને બોજ ગેર યહૂદી લોક યેઇન આબ્રાહામા એને ઈસાકા એને યાકૂબા આરે હોરગા રાજ્યામાય બોહરી.”
ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.
ચ્યાઆરે ખાઅના ખાનારાહા માઅને યોકાય ઈ વાત વોનાઈન આખ્યાં, “ધન્ય હેય જીં પોરમેહેરા રાજ્યામાય ખાઅના ખાઅરી.”
જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.
આંય યાકૂબ હેય, જો પોરમેહેર એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, આંય ઈ પત્ર ઈસરાયેલા બાર કુળહાલ લોખી રિયહો જ્યા બોદા દુનિયામાય વિખરાલા હેય, ઈસરાયેલા બાર કુળહાલ સલામ.
તોવે હોરગા દૂતાય માન આખ્યાં, ઈ લોખજે, “ધન્ય હેય ચ્યે, જ્યાહાન ગેટા વોરાડા જેવણામાય આમંત્રણ દેનલા હેય,” ચ્યે પાછી માન આખ્યાં, “યે વચને પોરમેહેરાપાઅને હેય, યે બોદે નોક્કીજ હાચ્ચાં હેય.”
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.
એને ચ્યે રાજગાદી ચોમખી ચ્યોવીસ બીજ્યો રાજગાદ્યો આત્યો, એને ચ્યે રાજગાદ્યેહેવોય ચ્યોવીસ વડીલ ઉજળેં ડોગલેં પોવીન બોઠલા હેય, એને ચ્યાહા ટોલપાહાવોય હોના મુગુટ હેય.