27 કાહાકા કું મોઠો ગોણાય, ખાં બોઠો તો, કા ચ્યા ચાકરી કોઅનારો તો? ખાં બોઠો તો મોઠો, નાંય કા? બાકી આંય તુમહે વોચમાય ચાકરી કોઅનારા હારખો હેય.
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.
તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.