25 દિહી એને ચાંદ એને ચાંદાલાહામાય ચિન્હ દેખાયી, એને દોરતીવોય, બિજ્યે બોદયે જાત્યેમાય લોકહાન આબદા પોડી, કાહાકા ચ્યા દોરિયો ગોગુંરના લેદે એને લાફહા ઉઠના લેદે ગાબરાય જાય.
“ચ્યા દિહાહામાય, બોજ પીડા સમય બંદ ઓઅરા પાછે” દિહી એને ચાંદ ઉજવાડો દેઅના બંદ કોઅય દી, એને આકાશામાઅને ચાંદાલેં ટુટી પોડી, એને આકાશામાઅને પરાક્રમ આલી જાય.
બોપરેહે પાછે બોદા દેશામાય આંદારાં ઓઅઇ ગીયા, એને તીં તીન વાગ્યા લોગુ રિયા.
“ચ્યા દિહીહામાય, બોજ પીડા સમય બોંદ ઓઅરા પાછે, દિહી એને ચાંદ ઉજવાડો દેઅના બોંદ કોઅઇ દી.
ચ્યે સમયે લોક માન દેખી, માઅહા પોહો દોરતી એછે વાદળામાય યી રીયલો હેય, ચ્યે મા સામર્થ એને મહિમા એઅરી.
ચ્યાહાન તારવાયે કોઇન માઆઇ ટાકી દેઅરી, એને ચ્ચાહાન ગુલામ બોનાડીન બોદા દેશામાય લેય જાઅરી, એને જાવ લોગુ બિજ્યે જાત્યે સમય પુરો નાંય ઓઅરી, તાંવ લોગુ યેરૂસાલેમ શેહેર ગેર યહૂદીયા લોક યેયન રોય.”
એને ગાબરાય ગીઅલા લેદે એને દુનિયામાય ઓઅનારી ઘટના વાટ જોવતા-જોવતા લોકહામાય જીવના તાકાત નાંય રોય, કાહાકા આકાશામાઅને પરાક્રમ આલી જાય.
એને આંય ઉચે આકાશ માય પરાક્રમ, એને નિચે દોરત્યેવોય ચિન્હે એટલે લોય, એને આગ એને દુમાડા વાદળાં દેખાડીહી.
પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા.