10 એને પાછે આખ્યાં, “બિજ્યે જાત્યેવોય જાત એને યોકા દેશા લોક બિજા દેશાઆરે લોડી.
યોક જાતી લોક બિજ્યે બોદયે જાત્યે લોકહાવોય હમલો કોઅરી એને યોક દેશા લોક બિજા દેશા લોકહા વિરુદ લોડી, બોદેજ દોરતીકંપ ઓઅરી, એને કાળ પોડી એને ઈ દુઃખ પાહાહા જન્મા પેલ્લા ઓઅનારી પીડાયે હારકા હેય.
મોઠા-મોઠા દોરતીકંપ ઓઅરી, જાગે-જાગે દુકાળ એને માહામારી યી, એને આકાશામાય ભયંકર વાતો એને મોઠે-મોઠે ચિન્હ ઓઅરી.
બાકી જોવે તુમા લોડાઈ, એને લોડાયેહે વાતો કોઅતા વોનાયાહા, તોવે મા ગાબરાયાહા; કાહાકા ઈ ઓઅનારાંજ હેય, બાકી દુનિયા છેવાટ તારાત નાંય ઓઅરી.”
ચ્યાહામાઅને અગાબુસ નાંવા યોક ભવિષ્યવક્તાય ઉબો રોયન પવિત્ર આત્મા અગુવાઈકોય ઈ આખ્યાં, કા બોદા દુનિયામાય મોઠો દુકાળ પોડી, એને તો દુકાળ સમ્રાટ ક્લોદિયુસ સમયે પોડયો.
એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય.