6 એને જોવે આમા માઅહા પાઅને આખહુ તોવે કાય ઓઈ? લોક આપહાન દોગડાકોયન ઠોકી, કાહાકા લોક ઈ માનતા આતા કા, યોહાન બાપતિસ્મા દેનારો પોરમેહેરા પાયને યોક હાચ્ચો ભવિષ્યવક્તા આતો.
તોવે તુમા કાય એરા ગીઇલે? ભવિષ્યવક્તાહાલ એરા કા? હાં, આંય તુમહાન આખતાહાવ, બાકી ભવિષ્યવક્તાહા કોઅતાબી મોઠો હેય.
એને ચ્યાલ માઆઇ ટાકાં માગતો આતો, બાકી ચ્યાલ લોકહા બિક આતી, કાહાકા લોક ચ્યાલ ભવિષ્યવક્તા હેય એહેકેન માનેત.
એને જોવે આમા માઅહા એહેરે આખહુ તોવે કાય ઓઅઇ? ચ્યા યા હારકો જાવાબ નાંય દેય કાહાકા ચ્યા લોકહાથી બિઅતા આતા, જ્યા ઈ માનતા આતા કા, યોહાન પોરમેહેરા પાયને યોક હાચ્ચો ભવિષ્યવક્તા આતો.
ચ્યા ઈસુવાલ દોઈ દાં માગેત બાકી ચ્યા લોકહાન બીયેત કાહાકા લોક ઈસુવાલ ભવિષ્યવક્તા માનેત.
બાકી ચ્યા આખે કા, “આપહાન પાસ્કા સણા દિહે એહેકેન નાંય કોઅરા જોજે, કાહાકા લોકહામાય દામાલ ઉસબી જાય.”
યહૂદી આગેવાન ચ્યાલ દોઈ દા માગેત, કાહાકા ચ્યા હુમજી ગીઅલા કા, ચ્યાય આમે વિરુદમાય ઓ દાખલો આખ્યોહો ચ્યા ઈસુવાલ દોઅરાં આતા બાકી ચ્યાહાન લોકહા બિક આતી, યાહાટી ચ્યા ચ્યાલ યોખલો છોડીન જાતા રિયા.
એને તું મા પાહા, તું પરમપ્રધાન પોરમેહેરા ભવિષ્યવક્તા આખાયેહે, કાહાકા તું પ્રભુવા વાટ તિયાર કોઅરાહાટી પ્રભુવા આગલા-આગલા ચાલહે.
તોવે ચ્યા ચ્યાહામાય વિચાર કોઆ લાગ્યા, કા હોરગામાઅને આખહુ તોવે, તો આમહાન આખરી કા, તોવે તુમહાય ચ્યાવોય કાહાનાય બોરહો થોવ્યો?
એને ચ્યાહાય ઈસુવાલ જાવાબ દેનો કા, “આમા નાંય જાંઆજે કા યોહાન બાપતિસ્મા દેનારાલ લોકહાન બાપતિસ્મા દાંહાટી કુંયે દોવાડલો.”
બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુય યોહાના પાયને બાપતિસ્મા નાંય લેદા, એને પોરમેહેરા ઇચ્છાલ, ગોણત્રી નાંય કોઅઇ.
બોજ જાંએ ચ્યાપાય યેયન આખા આતેં, “યોહાને તે કાય ચમત્કારા કામ નાંય દેખાડયા, બાકી યા માઅહા બારામાય યોહાને જીં કાય આખ્યાં તીં બોદા હાચ્ચાં આતા.”
જોવે ચ્યા ઈ વોનાયા, તોવે દેવાળા રાખવાળ્યાહા આગેવાન રાખવાળ્યાહા આરે દેવાળામાય ગીયા, એને પ્રેષિતાહાલ મોઠી સોબાયે હોમ્મે લેય યેના, બાકી બળજબરી કોઇન નાંય, કાહાકા ચ્યા લોકહાન બિઅતા આતા, કા લોક ચ્યાહાન દોગડાકોય ઠોકીન ચ્યાહાન માઆઇ ટાકી.