15 એને ખેડુતાહાય ચ્યા પોહાલ દોઇન, વાડયે બાઆ કાડીન માઆઇ ટાક્યો. ચ્યાહાટી દારાખાહા વાડયે માલિક કાય કોઅરી?
જોવે ખેડુતાહાય ચ્યા પાહાલ યેતા દેખ્યા, તે ચ્યા ચ્યાહામાય વિચાર કોઅતા લાગ્યા, ‘ઓ તે વારસદાર હેય; ચાલા, એલાલ આપા માઆઇ ટાકતા, તોવે વારસો આપહે ઓઅઇ જાઅરી.’
તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી એને દારાખાહા વાડી બીજહાન દેય દી” ઈ વોનાઈન ચ્યાહાય આખ્યાં, “પોરમેહેર એહેકોય નાંય કોઅરા જોજે.”
યા લીદે, ઈસુયબી લોકહાન પોતે લોયા કોઇન પવિત્ર કોરાહાટી યેરૂસાલેમ શેહેરા બાઆ દુઃખ વેઠયાં એને મોઅઇ ગીયો.