ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરામાય પોઅચ્યા, એને પોરમેહેરા દેવાળા બાઆપુર ગીયા, ઈસુ ચ્યા લોકહાન તાઅને બાઆ કાડના સુરુ કોઅયા, જ્યા બલિદાનાહાટી ઉપયોગ ઓઅનારે જોનાવારે એને બાકી વસ્તુ વેચાતાં લાંહાટી એને વેચાંહાટી કામ કોઅઇ રીયલા આતા, ચ્યાય પોયહા બોદાલનારાહા બાકડાહાન ડેકલી દેના, એને ચ્યાય કબુતર વેચનારાહાપાંય જાયન વેચનારાહા ખુરચ્યેહેલ કોથલાડી દેને.