42 જોવે ઈસુ બાર વોરહા જાયો, તોવે સણા રીતી પરમાણે યેરૂસાલેમ ગીયે.
ઈસુવા આયહો આબહો દર વોરહે પાસ્કા સણામાય યેરૂસાલેમ શેહેરામાય જાયા કોએત.
એને જોવે યોસેફ એને મરિયમ સણ વાળીન ચ્યે પાછે ગોઓ જાં ચાલ પોડયે, તોવે બાળાક ઈસુ યેરૂસાલેમ શેહેરામાય રોઈ ગીયો, એને ચ્યા આયહે આબહાલ ઈ ખોબાર નાંય આતી.
એને ઈસુ નાજરેતમાય પાછો યેનો, જાં ચ્યા પાલન-પોષણ જાયા, એને ચ્યા રીતી પરમાણે તો આરામા દિહી સોબાયે ઠિકાણે જાયને પવિત્રશાસ્ત્ર વાચાહાટી ઉબો જાયો.
જોવે તો ગાલીલ ભાગામાય યેય પોઅચ્યો તોવે ગાલીલ વિસ્તારા માઅહાય ચ્યા સ્વાગત કોઅયા, કાહાકા જોલે કામે ચ્યાય યેરૂસાલેમ શેહેરામાય પાસ્કા સણા દિહામાય કોઅલે તીં બોદા ચ્યાહાય એઅલા આતા, કાહાકા ચ્યાબી સણામાય ગીઅલા આતા.