42 એને આખ્યાં, “કોલાં હારાં ઓઅતા કા તું હાં તુંજ યા દિહામાય શાંતી વાતો જાઅતા બાકી આમી તી બોદા તો નોજરેથી દોબી ગીયહા.”
જોવે તો યેરૂસાલેમ શેહેરા જાગે યેનો તોવે ચ્યા શેહેરાલ દેખીન ચ્યાહાટી રોડયો
કાહાકા ચ્યા દિહી તોવોય યી કા તો દુશ્માન મોર્ચા બાંદિન તુલ ગેરી લી, એને ચોમખીને તુલ દાબી.
એને તો વિરુદી તુલ પુરાં નાશ કોઇ દી, એને યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઇ દી; કાહાકા તુયે ચ્યા સોમયાલ નાંય જાંઅયા કા તોવોય જીં દયા કોઅવામાય યેનેલ.
તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.
તોવે પાઉલ એને બારનાબાસે બિક વોગાર આખ્યાં, “જરુરી આતા, કા પોરમેહેરા વચન પેલ્લા તુમહાન આખલા આતા, બાકી જોવે તુમહાય નાકાર કોઇ દેના, એને પોતાલ અનંતજીવના લાયકે નાંય ઠોરાવે, તો આમી, આમા ગેર યહૂદી લોકહાપાંય જાતહા.
બાકી જ્યા દિહા લોગુ આજ્યો દિહી આખલો જાહાય, રોજદીને યોકબિજાલ ઈંમાત દેતા રા, એહેકેન નાંય ઓએ, કા તુમહેમાઅનો કાદોબી પાપમાય ફસાયન મોનામાય કઠાણ બોની જાય.
જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય જાડયેમાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા, તે ચ્યા આગના પાળના મોનાય મા કોઅહા.”
યાહાટી જેહેકેન પવિત્ર આત્મા પવિત્રશાસ્ત્રમાય આખહે, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે,