36 જોવે તો જાવ આતો, તોવે ચ્યે પોતાના ફાડકે વાટેવોય પાથતે જાતે આતેં.
બોજ લોકહાય ઈસુ હામ્મે વાટેઊપે પોતાના ફાડકે પાથ્યેં, એને લોકહાય ચ્યાલ માનપાન દાંહાટી વાટેવોય જાડાહા પાલાવાળ્યો ડાળખ્યો પાથ્યો, જ્યો ચ્યા લોક રાનહામાઅને વાડીન લિયેનલા આતા.
એને ચ્યા બેન શિષ્ય ફુરક્યા વાછડાલ ઈસુપાય લેય યેના, એને ફુરક્યા વાછડા બોઅડા વોય પોતાને ફાડકે પાથ્યેં એને ઈસુ ચ્યાવોય બોહી ગીયો.
જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરા પાહાય યેના જીં વાટ જૈતુન ડોગા એછે જાતી આતી, તોવે બોદો શિષ્યહા ટોળો ચ્યા ચમત્કારા કામહા લેદે જ્યેં ચ્યાહાય દેખ્યેલ, ચ્યાહાટી તો ટોળો આનંદાકોય મોઠેથી પોરમેહેરા સ્તુતિ કોઅરા લાગ્યા.