27 બાકી મા જ્યા વિરુદ કોઅનારા જ્યાહાન નાંય ગોમ્યા કા આંય ચ્યાહાવોય રાજ્ય કોઉ, ચ્યાહાન મા આગલા લેય યા એને માઆઇ ટાકાં.’”
જોવે રાજા ઈ વોનાયો, તોવે રાજા ખિજવાઈ ગીયો, એને ચ્યા સીપાડાહાલ દોવાડીન ચ્યા ખૂન્યાહાન માઆઇ ટાક્યા, એને ચ્યાહા શેહેરેં બાળી ટાક્યેં.
“બાકી ચ્યા ગાવામાય રોનારા ચ્યાઆરે વિરુદ કોઅતા આતા, એને ચ્યાપાય ચ્યાહાય નિરોપ્યા દોવાડીન આખી દેના કા, આમહાન ઈ નાંય જોજે કા તો યી એને આમહાવોય રાજ કોએ.”
તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી એને દારાખાહા વાડી બીજહાન દેય દી” ઈ વોનાઈન ચ્યાહાય આખ્યાં, “પોરમેહેર એહેકોય નાંય કોઅરા જોજે.”
કાહાકા બોદલો લેઅના દિહી હેતા, તોદિહી જીં પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તી બોદા પુરાં ઓઅઇ જાય.
ચ્યાહાન તારવાયે કોઇન માઆઇ ટાકી દેઅરી, એને ચ્ચાહાન ગુલામ બોનાડીન બોદા દેશામાય લેય જાઅરી, એને જાવ લોગુ બિજ્યે જાત્યે સમય પુરો નાંય ઓઅરી, તાંવ લોગુ યેરૂસાલેમ શેહેર ગેર યહૂદીયા લોક યેયન રોય.”
ઈસુ ખ્રિસ્તાય પોતાના શરીરાલ કેવળ યોકુજ વોખાત પોરમેહેરા હામ્મે બલિદાના હારકા દેય દેના એને યા લીદે, ચ્યા લોકહાન ચોખ્ખેં કોઅયેહે એને ચ્યે કાયામમાટે ન્યાયી હેતેં, એને આજે તો તાં હેય જાંવલોગુ ચ્યા બોદા દુશ્માન પોરમેહેરાથી આરી નાંય જાય એને ચ્યા પાગા તોળે નાંય કોઅય દેનલા જાય.