5 તેરુંબી ઈ વિધવા બાય માન હેરાન કોઅહે, યાહાટી યે બાયે માન ન્યાય કોઅરા પોડી, કાહાકા એહેકોય નાંય બોના જોજે કા ગેડી-ગેડી યેયન સેલ્લે તી માન બોજ હેરાન કોઇ દેય.
બાકી ઈસુ ઠાવકોજ રિયો એને કાયજ નાંય બોલ્યો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યા પાહાય યેયન વિનાંતી કોઇન આખ્યાં, “એલ્યે થેએયેલ દોવાડી દે, આમે પાહલા બોંબાલતી યેહે.”
બાકી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જો તો ચ્યા દોસ્તાર ઓઇન બી ચ્યાલ ઉઠીન નાંય દેય, બાકી ચ્યા લાજ છોડીન માગના લેદે ચ્યાલ જોલા જરુરી હેય તોલા ઉઠીન દી.
ચ્યા શેહેરામાય યોક વિધવા બાય રોતી આતી, જીં ચ્યાપાય યેયન આખતી આતી, મા ન્યાય કોઇન માન મા દુશ્માનાહા પાયને બોચાવ.
જ્યા આગલા ચાલે ચ્યા ચ્યાલ દોમકાડા લાગ્યા એને ઠાવકાજ રો આખ્યાં, બાકી તો આજુ મોઠેરે બોંબાલતો લાગ્યો કા, ઓ ઈસુ, દાઉદ રાજા કુળા, માયેવોય દયા કોઓ.”
આંય મા શરીરાલ તાબામાંય કોઅતાહાંવ, જેથી આંય ચ્યા ખારાબ અભિલાષા નુસાર નાંય જીવુ, એહેકેન નાંય ઓએ કા આંય બીજહાન હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ, એને આંય પોતે તી ઇનામ નાંય પામુ.