31 તોવે ઈસુવે ચ્યા બાર શિષ્યહાન આરે લેઈને આખ્યાં, “આપા યેરૂસાલેમ શેહેરમાય જાજહે, માઅહા પોહા બારામાય ભવિષ્યવક્તાહાય જીં કાય આખ્યેલ, તીં પુરાં ઓઅરી.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.
એને માઅહે આસરે ચાર ઓજાર આતેં, ઈસુવે લોકહાન દોવાડી દેના.
ઈસુવે યોક કહાની આખી, યોક માટડો યેરૂસાલેમ શેહેરામાઅને યેરીખો શેહેરામાય જાંઆહાટી ચાલ પોડયો, ઓલહામાય તો બાંડાહા આથામાય સાપડાઈ ગીયો, ચ્યા લોકહાય ચ્યા ફાડકે એને બોદી વસ્તુ ચ્યાપાઅને લુટી લેદા, એને ચ્યાલ ઠોક્યો એને મોઅઇ જાય ઓહડો કોઇન છોડી દેનો, તોવે ચ્યાલ રા દેયન જાતા રિયા.
એને ઈસુવે આખ્યાં, “માન માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને યહૂદી આગેવાન, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ માન નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો પાછો જીવતો ઉઠી.”
જોવે ઈસુ ઉપે લેવાય જાઅના દિહી પુરાં ઓઅતા ગીયા, તોવે ચ્યે યેરૂસાલેમ શેહેરા એછે જાંહાટી નોક્કી કોઅયા.