34 આંય તુમહાન આખતાહાવ કા ચ્યે રાતી બેન માઅહે યોકા ખાટલામાય હુતલે રોય, યોક લી લેવામાય યી, એને બિજાં છોડી દેવામાય યી.
એઆ, માયે તુમહાન પેલ્લાજ ઈ બોદા ઓઅરી ચ્યા બારામાય આખી દેનહા.
બાકી તુમા હાચવીન રોજા, કાહાકા તુમહાન માયે પેલ્લાજ બોદા આખી દેનહા.
પિત્તરે ઈસુવાલ આખ્યાં કા, “જેરુ બોદાજ છોડીન નાહી જાય, બાકી આંય તુલ છોડીન નાંય જાંઉ.”
“પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી.
“આંય તુમહાન આખહુ, કા નાંય; જો તુમાબી પાપ નાંય છોડહા તે તુમાબી યેજ રીતેકોય નાશ ઓઅહા.
આંય તુમહાન આખહુ કા; તુમા પાપ નાંય છોડહા તે તુમહે નાશ યેજ રીત્યેકોય ઓઅરી.”
કાહાકા જીં માઅહું દોરતીવોય પોતે જીવ બોચાવાં માગહે, તો અનંતજીવન ગુમાવી દી, બાકી જો કાદો મા લીદે ચ્યા જીવ દેહે, તો અનંતજીવન મેળવી.
બેન થેએયો આરેજ બોહીન ગોઅટયે દોળાં બોહી, ચ્યેહેમાઅને યોક લી લેવામાય યી, એને બીજી છોડી દેવામાય યી.”
યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.