31 તોદિહી જો ગોઆ ઉપે ચોડયો ઓરી, ચ્યા સામાન ગાઅમે ઓઅરી તો કાયબી લાંહાટી પાછા નિચે ગોઆમાય નાંય ઉરાય; તેહેકોયજ જો રાનામાય ઓરી તો પાછો નાંય ફિરી યેય.
યોક માઅહાલ કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?”
યાહાટી આંય તુમહાન આખહુ કા, શારીરિક જીવના ચિંતા મા કોઅહા કા આમા કાય ખાઉં, એને કાય પિયહું, એને નાંય તે આપહે શરીરા ચિંતા કોઅના, કા આમા કાય પોવહું. કાહાકા જીવન ખાઅનાથી, એને શરીર ફાડકાહા કોઅતા વોદારે કિમત્યા નાંય હેય કા?
જ્યા લોક યહૂદીયા વિસ્તારામાય હેય ચ્યાહાન બોચાંહાટી ડોગહાવોય નાહી જાં પોડી. યેરૂસાલેમ શેહેરામાય હેય ચ્યા બાઆ નિંગી જાય, એને ગાવહામાય હેય ચ્યા પાછા ગાવામાય નાંય જાય.