15 આંય હારો ઓઅઇ ગીયહો, એહેકોય એઇન ચ્યાહામાઅનો યોક જાંઆ મોઠેરે પોરમેહેરા ગીતે આખતો ઈસુહી પાછો ફિરી યેનો.
લોક ઈ દેખીન બિઇ ગીયા એને પોરમેહેરા મહિમા કોઅરા લાગ્યા જ્યેં માઅહાન ઓહડો ઓદિકાર દેનહો.
તો ઉઠયો, એને તારાત ખાટલા ઉચકીન બોદહા દેખતા ચ્યે ગોઅને જાતો રિયો. બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા પોરમેહેરા મહિમા આખતા લાગ્યા, “ઓહડા તે આપહાય કાદે દિહે દેખ્યાંજ નાંય.”
ચ્યા પાછે તી માઅહું ઈસુલ દેવાળા બાઆપુર મિળ્યો, તોવે ચ્યાલ આખ્યાં, “એએ, તું હારો ઓઈ ગીયો, આમીને પાપ કોઅના નાંય, કોઅહે તે તોવોય પેલ્લા કોઅતા મોઠી આબદા તોવોય પોડી.”
ચ્યે આખ્યાં, “ઓ પ્રભુ, આંય તોવોય બોરહો કોઅતાહાંવ” એને તો ઈસુ પાગે પોડયો.