9 એને આંય તુમહાન આખહુ કા દુનિયાદારી રીતે કામાવલા મિલકાતેકોય તુમહેહાટી દોસ્તાર બોનાવી લા તે જોવે મિલકાત નાંય રોય, તે ચ્યા તુમહાન હોરગામાય આવકાર કોઅરી જા તુમા સાદામાટે જીવતા રોહા.
ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”
“આપહેહાટી દોરત્યેવોય મિલકાત મા બોઈ થોવહા, કાહાકા જાં કિડે એને કાટ બોગડાવતેહે, એને જાં બાંડ ગુઉ તોડીન ચોરી કોઅઇ લેય જાતાહા.
કાદાબી માઅહું યોકાજ સમયે બેન દોણહ્યા ચાકરી નાંય કોએ, કાહાકા તો યોકા વિરુદ કોઅરી ને બિજાલ પ્રેમ કોઅરી, નાયતે યોકા આરે હારો ચાલી, એને બિજા આરે નાંય હારો ચાલી, તુમા પોરમેહેરા એને મિલકાત યા બેન્યાહા ચાકરી આરેજ નાંય કોઅઇ હોકે.
બાકી હાં, જીં માજે હેય તી ગોરીબાહાન દે, એને બોદા તુમહેહાટી ચોખ્ખાં રોય.
તુમહે મિલકાત વેચી દિયા, એને ગોરીબાહાન દાન દિયા; એને મોજરાય નાંય જાય ઓહડી ઠેલી રાખા, બાકી આપહેહાટી હોરગામાય મિલકાત બેગા કોઅયા, તાં ઘોટી નાંય જાય, જ્યા પાહાય બાંડ નાંય યેય, એને ઉદાડા નાંય ખાય.
તોવે તું ધન્ય ઓઅહે, કાહાકા ચ્યાહા પે તુલ બોદલો દાંહાટી કાયજ નાંય હેય, બાકી તુલ ન્યાયી લોક મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે પોરમેહેર તુલ ચ્યા ઇનામ દી.”
યાહાટી જોવે તુમા દોરતીવોય કામાવલા મિલકાત્યે માય ઈમાનદાર નાંય રોયા, તે હોરગામાઅને મિલકાત તુમહાન કું હોઅપી?
કાદાબી માઅહું યોકાજ સમયે બેન દોણહ્યા ચાકરી નાંય કોએ, કાહાકા તો યોકા વિરુદ કોઅરી ને બિજાલ પ્રેમ કોઅરી, નાયતે યોકા આરે હારો ચાલીન બિજા આરે નાંય હારો ચાલી, તુમા પોરમેહેરા એને મિલકાત યા બેન્યહા ચાકરી નાંય કોઅય હોકે.”
આમી આંય હોમજી ગીયો, કા કાય કોઅહી, જોવે આંય કારબારી કામાવોને છુટો ઓઈ જાવ તોવે લોક માન મોદાત કોએ.
એને આખ્યાં, “ઓ કરનેલીયુસ, તો પ્રાર્થના વોનાય લેદહી એને તો દાન પોરમેહેરે માન્ય કોઅવામાય યેના.
કરનેલીયુસાય હોરગા દૂતાલ આખ્યાં, “ઓ માલિક, કાય હેય?” ચ્યાય ચ્યાલ આખ્યાં, “તો પ્રાર્થના એને તો દાન યાદગીરીહાટી પોરમેહેરા હામ્મે પોઅચ્યાહા.
કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે.
તુમહાય ઈ જાઇન જીવન જીવના ચાલુ રાખાં જોજે, કા પોરમેહેર તુમહાવોય દયા કોઅહે. જોવેકા તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આશા થી વાટ જોવતાહા, કા તુમહાન અનંતજીવન મીળે. તો એહેકેન કોઅરી કાહાકા તો તુમહાવોય પ્રેમ કોઅહે.