30 ચ્યાય આખ્યાં, ‘નાંય, ઓ આબા આબ્રાહામ, જો કાદો મોઅલા માઅને ચ્યાહા પાહી જાયને ચ્યાહાન ચેતાવણી દેય, તોવે ચ્યા ચ્યાહા પાપ કોઅના બોંદ કોઅઇ દી.’
“આંય તુમહાન આખહુ, કા નાંય; જો તુમાબી પાપ નાંય છોડહા તે તુમાબી યેજ રીતેકોય નાશ ઓઅહા.
આંય તુમહાન આખહુ કા; તુમા પાપ નાંય છોડહા તે તુમહે નાશ યેજ રીત્યેકોય ઓઅરી.”
તોવે ચ્યાય બોંબલીન આખ્યાં, ‘ઓ આબા આબ્રાહામ, મા વોય દયા કોઇન લાજરસાલ દોવાડી દે, યાહાટી કા તો પોતાની આંગઠી પાઅયામાય બુડવીન મા જીબેલ હેળી કોઅય, કાહાકા આંય યા આગડામાય તોડપી રિયહો.’
આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘જોવે તો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા ચોપડીમાઅને આગના નાંય માને, તે જો મોઅલા માઅને બી કાદો જીવી ઉઠી તેરુંબી ચ્યા બોરહો નાંય કોઅરી.’”
તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “આજે યા ગોઆ લોકહા તારણ જાયહાં, યાહાટી કા ઓ બી આબ્રાહામા યોક પીડી માઅને હેય.”
યાહાટી એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા. એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય; બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદાહા કોઅઇ હોકહે.