21 તો બોજ બુખો આતો ઓલે લોગુ કા તો ઇચ્છા રાખે, મિલકાતવાળા માઅહા પાયને ખાયન વોદી ગીઅલા ખાઅનાકોય બુકો બોએ. ઈહીં લોગુ કા કુત્રે બી યેયન ચ્યા ફોડહાન ચાટતે આતેં.
ચ્યે બાઈય આખ્યાં, “હાચ્ચી વાત હેય પ્રભુ, બાકી પાહાહા આથામાયને પોડલા ટુકડાહા ચૂરો કુત્રે ખાતહેં. જીં ચ્યા માલિકા ટેબાલા ઉપેથી પોડલાં રોહે.”
તી બાય હુમજી ગિઇ કા ઈસુ ગેર યહૂદીયાહાલ કુત્રે એને યહૂદીયાહાલ પોહેં એહેકેન આખહે. યાહાટી ચ્યેય ઈસુવાલ જાવાબ દેનો, “હાચ્ચાં હેય પ્રભુ, બાકી પાહાહા આથામાયને પોડલા ટુકડાહા ચૂરો કુત્રે ખાતહેં.”
લાજરસ નાંવા યોક બીખારી માઅહું આતો, ચ્યા શરીર ફોડહાકોય બોઆલા આતા,, ચ્યાલ લોક મિલકાતવાળા માઅહા બાઆપુર થોવી દેતા આતા.
એને યોક દિહી એહેકેન બોન્યા કા બીખારી લાજરસ મોઅઇ ગીયો, એને હોરગા દૂતહાય ચ્યાલ આબ્રાહામાઆરે રાંહાટી લેય ગીયા, એને યોક દિહી મિલકાતવાળા માઅહું બી મોઅઇ ગીયો, એને ચ્યાલ દાટી દેનો.
જોવે ચ્યે ખાયન દારાઈ ગીયે, પાછે ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “ઉગારલા કુટકા યોખઠા કોઆ, કા કાય નોકામ્યા નાંય ઓઈ જાય.”
આમા આજેલોગુ બુખા પીહ્યા એને જુનેજ ફાટલે ડોગલેં પોવજેહે, માર ખાજહે, એને બોટાકતા ફિરજેહે આમહાવોય આમહે રોઅના ગોએ બી નાંય હેય.
માયે કોલહ્યોક રાતો ઉજાગરો રોયન કાડયો, માન ખાઅના નાંય મિળ્યાં, યાહાટી માયે બુખો-પિહો રોયન, હીયાળામાય એને વોછે ફાડકે આતેં તેરુંબી બોજ મેઅનાત કોઅયી એને બોજ બોદી મુશીબાતો વેઠાં પોડયો.