15 ચ્યાહાટી તો ચ્યા દેશા રેહેવાશ્યા માઅરે યોકા માઅહા ગોઅ કામ કોઅરા ગીયો, ચ્યા માઅહાય ચ્યાલ પોતા રાનહાંમાય ડુકરેં ચારાં દોવાડયો.
“ચ્યા લોકહાન પોરમેહેરા વચન મા આખહા જ્યા ચ્યાલ વોનાયા નાંય માગે, જોવે તુમા એહેકેન કોઅહા, તે એહેકેન ઓઅરી જેહેકોય ચોખ્ખી વસ્તુ કુત્રહા આગલા ટાકી દેયના, એને ડુકરાહા આગલા મોતી ટાકના કાહાકા ચ્યે પાગહાતોળે ચ્યાહાન છુંદી ટાકી એને પાછે તુમહેવોય હમલો કોઅરી.”
કોલહાક દિહયા પાછે વાહનો પોહો જીં કાય ચ્યા આતા તી બોદા યોકઠા કોઇન દુર દેશામાય જાતો રિયો, એને તાં ખારાબ કામાહામાંય ચ્યાય ચ્યા બોદી મિલકાત ખોરચી દેની.
જોવે વાહના પોહાય બોદા ખોરચી ટાક્યા, તોવે ચ્યા દેશામાય મોઠો દુકાળ પોડયો, એને ચ્યાપાય ખાંહાટી કાયજ નાંય આતા.
એને તો ઓલો બુખો આતો કા જ્યો હિંગ્યો ડુકરેં ખાતે આતેં ચ્યો હિંગ્યો ખાંહાટી ઇચ્છા ઓઅયી, કાહાકા ચ્યાલ કાદાં કાય ખાંહાટી નાંય દેતા આતા.
બાકી આમી તુમા પાપા ગુલામીમાઅને છુટીન પોરમેહેરા ચાકાર બોનીન ચ્યા કામહાલ કોઅતેહે જ્યેં પવિત્રતા એછે લેય જાતહેં, જ્યા પ્રતિફળ અનંતજીવન હેય.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.