14 જોવે વાહના પોહાય બોદા ખોરચી ટાક્યા, તોવે ચ્યા દેશામાય મોઠો દુકાળ પોડયો, એને ચ્યાપાય ખાંહાટી કાયજ નાંય આતા.
કોલહાક દિહયા પાછે વાહનો પોહો જીં કાય ચ્યા આતા તી બોદા યોકઠા કોઇન દુર દેશામાય જાતો રિયો, એને તાં ખારાબ કામાહામાંય ચ્યાય ચ્યા બોદી મિલકાત ખોરચી દેની.
ચ્યાહાટી તો ચ્યા દેશા રેહેવાશ્યા માઅરે યોકા માઅહા ગોઅ કામ કોઅરા ગીયો, ચ્યા માઅહાય ચ્યાલ પોતા રાનહાંમાય ડુકરેં ચારાં દોવાડયો.