24 “પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી.
જોવેને યોહાન બાપતિસ્મા દેનારાય સંદેશ દેયના સુરુ કોઅયા, ચ્યા દિહા પાયને આમી લોગુ હોરગા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે, યા દુનિયા ખારાબ લોક ચ્યાહાન નાશ કોઅરા કોશિશ કોઅતાહા.
એને કાદાય ચ્યાલ પુછ્યાં, “ઓ પ્રભુ, કાય પોરમેહેર વોછા લોકહાન અનંતકાળા શિક્ષાથી બોચાવી?” ઈસુવે ચ્યાલ આખ્યાં,
યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”
ઓ પોહહાય, આંય આજુ વાયજ વાઆ તુમહેઆરે હેતાઉ પાછા તુમા માન હોદહા બાકી જેહેકેન યહૂદી લોકહાન માયે આખ્યાં, જાં આંય જાય રિયહો, તાં તુમા નાંય યી હોકે, એને આમીબી તુમહાન તેહેકેનુજ આખતાહાવ.
ચ્યા પાઆય આલના વાટ જોવતા આતા, કાહાકા કોવે-કોવે પોરમેહેરા હોરગ્યો દૂત કુંડામાય ઉતીન પાઆય આલવી દેતો આતો, પાઆય આલવ્યા પાછે જો કાદો પેલ્લો પાઅયામાય ઉતે ચ્યા કોઅહિબી બિમારી ઓઅરી બાકી તો હારો ઓઈ જાતો આતો.
જીં ખાઅના બોગડી જાહે ચ્યાહાટી મેહનાત મા કોઅહા, બાકી જીં ખાઅના અનંતજીવના લોગુ ટોકનારા હેય ચ્યાહાટી મેહનાત કોઆ. તી તુમહાન માઅહા પોહો દી, કાહાકા પોરમેહેર આબહે ચ્યાલ એહેકેન કોઅના ઓદિકાર દેનલો હેય.”
તુમા માન હોદાહા બાકી આંય તુમહાન નાંય મીળહી એને આંય જાં રોહુ તાં તુમહાન નાંય યેવાયી.”
ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય જાય રિઅલો હેતાંવ, એને તુમા માન હોદહા એને તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, એને આંય જાં જાય રિઅલો હેતાંવ, તાં તુમા નાંય યી હોકહા.”
કાહાકા ચ્યે પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી બોનાડયેહે યે વાતથી ઓજાણ્યા ઓઇન, પોતે ન્યાયી બોનાહાટી કોશિશ કોઅય રીઅલા આતા, યાહાટી ચ્યા પોરમેહેરાકોય ન્યાયી નાંય બોન્યા.
ઓ ઉદ્દેશ પુરો કોઅરાહાટી આંય ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઇન કોઠીણ મેઅનાત કોઅતાહાંવ, જીં સામર્થ્ય ખ્રિસ્ત દેહે એને જો માંયેમાય કામ કોઅહે.
યાહાટી આમા ચ્યા આરામા જાગામાય જાંહાટી પુરી ઇંમાતથી કોશિશ કોઅતે, કાય એહેકેન નાંય ઓએ, કા ચ્યા લોકહા હારકા આપા પોરમેહેરા આગના નાંય પાળવાથી ચ્યા જાગામાય જાંહાટી રોય જાજે.
યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા.