47 હાય તુમહાવોય, તુમા ભવિષ્યવક્તાહા કોબાર્યો હુદરાવતાહા, જ્યાહાલ તુમહે આગલ્યા ડાયહાય માઆઇ ટાક્યેલ.
ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા ચુના લાવલા માહણા હારકા હેતા બાઆરે હારેં ઉજળેં દેખાતેહે, બાકી માજે મોઅલા માઅહા આડકે એને બોદા હોડલા બાઆલા હેય.
તુમા યે વાતહે સાબિતી હેતા, એને તુમહે આગલ્યા ડાયહા કામહાથી રાજી હેતા, કાહાકા ચ્યાહાય તે ચ્યાહાન માઆઇ ટાક્યા એને તુમા ચ્યાહા કોબાર બોનાડતાહા.
ઓ કોઠણ લોકહાય, તુમા ચ્યા વાત માના એને વોનાયા નાકાર કોઅતાહા, તુમા કાયામ પવિત્ર આત્મા વિરુદ કોઅતાહા, જેહેકેન તુમહે આગલ્યાડાયા કોઅતા આતા, તેહેકેન તુમાબી કોઅતાહા.
જ્યાહાય પ્રભુ ઈસુવાલ એને ભવિષ્યવક્તાહાલ બી માઆઇ ટાક્યા, એને આમહાન સતાવ્યા, પોરમેહેર ચ્યાહાકોય ખુશ નાંય હેય, એને ચ્યા બોદા લોકહા વિરુદ કોઅતાહા.