39 બાકી પ્રભુવે ચ્યાહાન આખ્યાં, ઓ પોરૂષીહાય તુમા થાળી એને વાટકે ઉપે ચોળતાહા, બાકી માજે લોબ એને લુચ્ચાઈ બોઅલાજ હેય.
કાહાકા ચ્યા મોનામાઅરે ખારાબ વિચાર, ખૂન, વ્યબિચાર, લુચ્ચાઈ, ચોરી, જુઠી સાક્ષી, નિંદા ઓહડે બોદે પાપે નિંગતેહે.
જુઠા ભવિષ્યવક્તાહાથી હાચવીન રોયા, જ્યા ગેટાહા વેહે લેઈને તુમહેપાય યેતાહા, બાકી હકીકત માય ચ્યા ફાડી ખાનારા જોનાવરા હારકા હેય.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા તો માઅહા હામ્મે પોતાનાલ હાચ્ચાં દેખાડતાહા, બાકી પોરમેહેર તુમહે મન જાંઅહે, કાહાકા જીં વસ્તુ તુમહે નોજરેમાય મોહત્વા હેય, તીં પોરમેહેરા નોજરેકોય એઅના ખારાબ હેય.”
ચ્યેલ દેખીન પ્રભુલ દયા યેની, એને ચ્ચાય આખ્યાં, “રોડહે મા.”
તોવે યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા બેન શિષ્યહાન હાદિન ઈસુવાપાય પુછા દોવાડયા કા, “કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
ચ્યાય ઈ યાહાટી નાંય આખ્યાં, કા ચ્યાલ ગોરીબાહા ચિંતા આતી, બાકી યાહાટી આખ્યાં તો બાંડ આતો એને પોયહા ઠેલી ચ્યાપાય રોય એને ચ્યેમાઅને તો દુબીન કાડી લેતો આતો.
ઈસુ એને ચ્યા શિષ્ય રાતી ખાઅના ખાં બોઠલા આતા, સૈતાને પેલ્લાજ સિમોના પોહો યહૂદા ઇસ્કારીયોતા મોનામાય ઈસુવાલ દોગો દેઅના વિચાર થોવ્યેલ.
તોવે પિત્તરે આખ્યાં, “ઓ હનાન્યા, જો સૈતાને તો મોનામાય પવિત્ર આત્મા આરે જુઠા બોલના વિચાર ટાકલો હેય, એને તુયે તો વેચલી મિલકાત માઅને કોલહાક પોયહા તોહાટી રાખી થોવલા હેય.
એને આંય યહૂદી ધર્મા શિક્ષણા અભ્યાસ કોઅનામાય એને ચ્યાહા આગના પાળાહાટી મા ઉંબારે યહૂદી લોકહા કોઅતો આંય બોજ ઉસ્તુક આતો.
ચ્યા પોરમેહેરા ભક્ત ઓઅના દેખાવો કોઅરી, બાકી ચ્યા પોરમેહેરા સામર્થ્યાલ નાંય માની જીં ચ્યાહાન પોરમેહેરા ભક્ત બોનાહાટી મોદાત કોઅય હોકહે, ઓહડા માઅહા પાઅને દુઉ રોજે.
જ્યા લોકહા મોન ચોખ્ખાં હેય ચ્યાહાહાટી બોદા ચોખ્ખાં હેય, બાકી જ્યા લોક અશુદ્ધ હેય ચ્યાહાહાટી કાયબી ચોખ્ખાં નાંય હેય, કાહાકા ચ્ચાહા મોન એને અંતકરણ ખારાબ હેય.
પોરમેહેરા પાહાય યા, તે તોબી તુમહે પાહાય યેઅરી: ઓ પાપી માઅહાય, આપહે જીવના માઅને પાપ દુઉ કોઆ એને ઓ મોન બોદાલનારા લોકહાય આપહે રુદય પવિત્ર કોઆ.