40 બાકી માર્થા ખાઅના રાંદતા-રાંદતા ગાબરાય ગીયી, એને તી ઈસુવાપાય યેયન આખા લાગી, “ઓ પ્રભુ, મા બોઅયેહે બોદા કામ મા યોખલી ઉપેજ છોડ્યહા? યાહાટી ચ્યેલ આખ કા મા મોદાત કોએ.”
એને જોવે દિહી બુડા લાગલો તોવે ચ્યા શિષ્યહાય ઈસુવાપાય યેઇન આખ્યાં “ઉજાડ જાગો હેય, એને દિહી બુડા વાય રિયહો. લોકહાન જાં દે કા ચોમખી ગાવહામાય એને ફોળ્યે-ફોળહયે માય જાયન ખાઅના વેચાતાં લેય યેય હોકે.”
તોવે પિત્તરે ચ્યાલ આલાગ લેય જાયન પીડા એને માઆઇ ટાકના બારામાય વાત કોઅયી યાહાટી ખિજવાયા લાગ્યો. “ઓ પ્રભુ પોરમેહેર એહેકેન કોઇન મા કોઅહે, તોઆરે એહેકેન કોદહી નાંય ઓઅરી.”
ઈ વોનાઈન ચ્યા કુટુંબવાળે ચ્યાલ લાંહાટી ગોઅરે યેને, કાહાકા લોક આખે કા તો ગાંડવાય ગીયો ઓરી.
પાછે ઈસુ એને ચ્યા શિષ્ય મુસાફરી કોઇન યોકા ગાવામાય યેય પોઅચ્યા. એને તાં માર્થા નાંવી યોક થેઅયે ચ્યાલ ગાંવારો યાં આખ્યાં.
બાકી પ્રભુ ઈસુય જાવાબ દેનો, કા “માર્થા, ઓ માર્થા; તું બોજ વાતહે ફિકાર કોઅતીહી, એને ગાબરાતીહી.
તે તુમા યા બારામાય ચિંતા મા કોઅહા, કા કાય ખાહું એને કાય પિયહું, એને શંકા મા કોઅહા.
બાકી ઈસુવે ફિરીન ચ્યાહાન ખિજવાયો એને આખ્યાં, “તુમા કોહડા મોનવાળા હેતા તીં તુમહાન ખોબાર નાંય હેય. કાહાકા માઅહા પોહો માઅહા જીવ માઆઇ ટાકાંહાટી નાંય, બાકી બોચાવાં હાટી યેનો.”
મરિયમ એને ચ્ચે બોઅહી માર્થાયે ગાંવ બેથાનીયામાય લાજરસ નાંવા યોક માઅહું બિમાર આતો.
ઈસુ માર્થા એને ચ્યે બોઅહી મરિયમ એને લાજરસાવોય પ્રેમ કોઅતો આતો.
તાં ચ્યાહાય ચ્યાહાટી ખાઅના બોનાવલા આતા, એને માર્થા ખાઅના વાટતી આતી, એને લાજરસ ઈસુવાઆરે ખાનારાહા માઅને યોક બોઠલો આતો.
જીં ખાઅના બોગડી જાહે ચ્યાહાટી મેહનાત મા કોઅહા, બાકી જીં ખાઅના અનંતજીવના લોગુ ટોકનારા હેય ચ્યાહાટી મેહનાત કોઆ. તી તુમહાન માઅહા પોહો દી, કાહાકા પોરમેહેર આબહે ચ્યાલ એહેકેન કોઅના ઓદિકાર દેનલો હેય.”