38 પાછે ઈસુ એને ચ્યા શિષ્ય મુસાફરી કોઇન યોકા ગાવામાય યેય પોઅચ્યા. એને તાં માર્થા નાંવી યોક થેઅયે ચ્યાલ ગાંવારો યાં આખ્યાં.
ચ્યે જાવાબ દેનો “ચ્યાવોય જ્યેં દયા કોઅયી તો બાહા” ઈસુવે ચ્યાલ આખ્યાં, “તોવે જો, તું હોગો યેજપરમાણે કોઅજે.”
બાકી માર્થા ખાઅના રાંદતા-રાંદતા ગાબરાય ગીયી, એને તી ઈસુવાપાય યેયન આખા લાગી, “ઓ પ્રભુ, મા બોઅયેહે બોદા કામ મા યોખલી ઉપેજ છોડ્યહા? યાહાટી ચ્યેલ આખ કા મા મોદાત કોએ.”
બાકી પ્રભુ ઈસુય જાવાબ દેનો, કા “માર્થા, ઓ માર્થા; તું બોજ વાતહે ફિકાર કોઅતીહી, એને ગાબરાતીહી.
એને જોવે ચ્યેય ચ્યે કુટુંબ હાતે બાપતિસ્મા લેદા, તોવે ચ્યેય વિનાંતી કોઅયી, “જો તું માન પ્રભુવા વિસ્વાસીની હોમાજતોહો, તે ચાલીન મા ગોઆમાય રા,” એને તી આમહાન માનાડી લેય ગીયી.
એને યાસોને ચ્યાહાન ચ્યા ગોઓ રોઅના જાગો દેનહો, એને યા બોદા લોક કૈસરા કાયદાહા વિરોદ કોઅતાહા એને આખતેહે કા ઈસુ નાંવા બિજો કાદો રાજા હેય.”
જોવે કાદો તુમહેપાય યેય, એને ચ્ચે કાય ઓહડા હિકાડે જીં ખ્રિસ્તા હિકાડનાથી આલાગ હેય, તે ચ્ચાલ ગોઅમે યા દા એને નાંય ચ્ચાલ સલામ કોઅના.