26 ઈસુવે ચ્યાલ આખ્યાં, “મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય, તું કેહેકેન હોમાજતોહો?”
યોક દિહી ઈસુ ચ્યા શિષ્યહાન હિકાડી રિઅલો આતો તોવે યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી યેઇન પુછ્યાં, “ઓ ગુરુ, કાય કામ કું કા પોરમેહેર માન અનંતજીવન દેય?”
ચ્યાય જોવાબ દેનો, “તું પ્રભુ આપહે પોરમેહેરાલ આપહે બોદા મોના કોઇન, આપહે બોદા બુદયે કોઇન, આપહે બોદા જીવા કોઇન, એને આપહે આખી ગોતીયે કોઇન પ્રેમ રાખના; એને પોતાવોય જેહે પ્રેમ કોઅતાહા તેહેકોય પોડુસીવોય પ્રેમ કોઅના.”
મૂસા નિયમાહાકોય ન્યાયી બોનના બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, જીં માઅહું મૂસા નિયમ પાળી તે તી ચ્યાકોય જીવતા રોય.
આમા જાંઅતાહા, કા મૂસા નિયમ જીં કાય આખહે તી ચ્યાહાનુજ આખહે જ્યેં મૂસા નિયમા આધીનમાય હેય, જેથી કાદાજ માઅહું બાહાનો નાંય કોઅય હોકે, એને દુનિયા બોદા લોક પોરમેહેરા હામ્મે દોષી ઠોરે.