67 ચ્યા આબહો જખરિયા પવિત્ર આત્માકોય બોઆય ગીયો, એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યો.
કાહાકા તો પ્રભુ નોજરેમાય મહાન ગોણાયી, તો નશા વાળો રોહો કા દારવા કોદહી નાંય પીયી, એને ચ્યા જન્મો ઓઅરા પેલ્લાજ તો પવિત્ર આત્માકોય બોઆલા રોય.
જોવે એલીસાબેતેલ મરિયમે સલામ આખ્યાં, તોવે ચ્યે બુકામાય ચ્યે પોહો ઉસળ્યો એને એલીસાબેત પવિત્ર આત્માકોય બોઆય ગીયી.
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.
તે ઈ કાય ઓઈ રીયહા જીં આમહે માઅને બોદા જાંઆ આપહે-આપહે બોલી ભાષામાય વાતો કોઅતા વોનાય રીયલા હેય.
તોવે હનાન્યા ચ્યે ગોઅમે ગીયો, જાં શાઉલ આતો, એને ચ્યા ઉપે આથ થોવિન આખ્યાં, “ઓ બાહા શાઉલ, પ્રભુ ઈસુ, જો ચ્યે વાટેમાય, જ્યેવોઅને તું યેનો તુલ દેખાયો, ચ્યેય માન દોવાડલો હેય, કા તું પાછો એઇ હોકે એને પવિત્ર આત્માકોય બાઆય જાય.”
કાહાકા કોઅહિબી ભવિષ્યવાણી કોદહીબી માઅહાથી તિયાર નાંય જાયી, બાકી પવિત્ર આત્માય લોકહા રુદયાલ બોઅયા, જોવે ચ્યાહાય પોરમેહેરાથી યેનલો સંદેશ આખ્યો.