30 તોવે હોરગા દૂતાય ચ્યેલ આખ્યાં, “ઓ મરિયમ ગાબરાયેહે મા, કાહાકા પોરમેહેરા બોરકાત તોવોય જાયલી હેય.
કાહાકા બોદાજ ચ્યાલ દેખીન ગાબરાઈ ગીઅલા આતા, બાકી તારાતુજ ઈસુવે ચ્યાહાન હાત કોઇન આખ્યાં, “ઈંમાત રાખા, આંય ઈસુ હેતાઉ ગાબરાયાહા મા.”
હોરગા દૂતહાય બાઈહેલ આખ્યાં, “બીયહા મા, આંય જાંઅહું કા તુમા ઈસુવાલ જો હુળીખાંબાવોય ચોડાવામાય યેનેલ ચ્યાલ હોદત્યોહો.
બાકી હોરગા દૂતાય ચ્યાલ આખ્યાં, “ઓ જખરિયા, ગાબરાયેહે મા કાહાકા પોરમેહેર તો પ્રાર્થના વોનાયોહો, એને તો થેએ એલીસાબેત તુમહેહાટી યોક પોહાલ જન્મો દેઅરી, એને ચ્યા નાંવ તું યોહાન થોવજે.
“તોવે ઈસુવે આખ્યાં, તુમા ગેટહા યોક હાના ટોળા હારકે હેય, યાહાટી કોઅયેહેબી વાતે તુમા બીયહા મા, કાહાકા પોરમેહેર આબાલ ઈ ગોમ્યા, કા તુમહાન રાજ્ય દી.
‘ઓ પાઉલ, બીયહે મા તુલ કૈસરા હામ્મે ઉબા રોઅના જરુરી હેય, એને પોરમેહેરાય બોદહાન જ્યા તોઆરે મુસાફરી કોઅતાહા, ચ્યા બોદહાન વરદાન દેનહા.’
યે બોદી વાતહેબારામાય આપા કાય આખજે? જો પોરમેહેર આપહેઆરે હેય તે આપહાન કાદાં આરવી નાંય હોકે.
યાહાટી આમા બિક વોગાર આખજેહે, “પ્રભુ મા સહાયક હેય, માન કાંઇજ દાક નાંય લાગે, માઅહું માન કાય કોઅય હોકી?”