29 ચ્યા વાત વોનાઈન તી બોજ ગાબરાઈ ગિઇ, એને વિચાર કોઅરા લાગી કા ઈ કોહડી જાતી સલામ ઓરી?
ચ્યા ચ્યાહા વોચમાય વિચાર કોઅતા એને આખા લાગ્યા, “તો એહેકેન યાહાટી આખી રીયલો હેય કાહાકા આમેપાય પુરત્યો બાખે નાંય હેય.”
જખરિયા હોરગા દૂતાલ એઇન ગાબરાઈ ગીયો એને તો બોજ બિઇ ગીયો.
એને હોરગા દૂતાય ચ્યે પાહાય યેયન આખ્યાં, “ખુશી એને જય ઓએ તો, પોરમેહેરાય તુલ બોજ બોરકાત દેનલો હેય! પ્રભુ તોઆરે હેય.”
જ્યેં માઅહે વોનાયે ચ્યે વિચાર કોઅરા લાગ્યેં, “ઓ પોહો કોહડો ઓઅરી?” કાહાકા હાચ્ચાંજ ચ્યાઆરે પ્રભુ સામર્થ્ય હેય.
બાકી મરિયમ યો બોદ્યો વાતો પોતે મોનામાય રાખીન ચ્યાહા ઉપે વિચાર કોઅતી રોયી.
ચ્યાહાઆરે ઉતીન તો નાજરેત યેનો એને ચ્યાહા તાબે રિયો ચ્યા આયહે યો બોદ્યો વાતો મોનામાય રાખ્યો.
જોવે પિત્તર ચ્યા પોતે મોનામાય બેન વિચારાહા માય આતો, કા યા દર્શના કાય મતલબ ઓઈ હોકહે, તોવે ચ્યે માઅહે જ્યાહાન કરનેલીયુસાય દોવાડલે આતેં, સિમોના ગોઆ ખોબાર કાડીન બાઅણા પાય યેય પોઅચ્યા.
કરનેલીયુસાય હોરગા દૂતાલ આખ્યાં, “ઓ માલિક, કાય હેય?” ચ્યાય ચ્યાલ આખ્યાં, “તો પ્રાર્થના એને તો દાન યાદગીરીહાટી પોરમેહેરા હામ્મે પોઅચ્યાહા.