25 ચ્યે આખ્યાં, “પ્રભુય મા મોયના રા હાટી મોદાત કોઅયીહી, ચ્યાય માયેવોય દયા કોઅયી, એને લોકહામાય મા વાંયટી રોઅના લાજ આતી તી દુઉ કોઅયી.”
બાકી હોરગા દૂતાય ચ્યાલ આખ્યાં, “ઓ જખરિયા, ગાબરાયેહે મા કાહાકા પોરમેહેર તો પ્રાર્થના વોનાયોહો, એને તો થેએ એલીસાબેત તુમહેહાટી યોક પોહાલ જન્મો દેઅરી, એને ચ્યા નાંવ તું યોહાન થોવજે.
કોલહાક દિહહા પાછે ચ્યા થેએ એલીસાબેતે મોયના રિયા, એને ચ્યે કાદાલ નાંય આખ્યાં કા ચ્યે મોયના હેય, એને તી પાચ મોયના લોગુ ગોઅજ રોયી.
આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ.