51 આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માઅહું મા વચન પાળી, તોવે તો અનંતકાળ લોગુ નાંય મોઅરી.”
“આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જાવ હુદુ માઅહા પોહાલ પોરમેહેરા રાજ્યા સામર્થકોય ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”
એને પવિત્ર આત્માય ચ્યાલ આખ્યાં કા, “પ્રભુ ખ્રિસ્તાલ એઅયા વોગાર તું નાંય મોઅહે.”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય પોતાલ ઓહડા લોકહાન દેખાડતાહાવ, જ્યેં માયેવોય પ્રેમ કોઅતેહે, એને મા આગના પાળતેહે, એને મા આબહો ચ્યાવોય પ્રેમ કોઅરી, એને આપા ચ્યા પાહે યાહાવ, એને ચ્યાઆરે રાહાવ.
જીં માયે તુમહાન આખ્યેલ કા, “માલિકા કોઅતો ચાકાર મોઠો નાંય,” તી વાત યાદ કોઆ ચ્ચાહાય માન સોતાવ્યા, તો ચ્ચા તુમહાનબી સોતાવી,, જોવે ચ્યે મા વાત પાળી, તોવે તુમહે બી વાત પાળી.
“માયે તો બારામાય ચ્યા લોકહાન આખ્યાં, જ્યાહાન તુયે દુનિયામાઅને માન દેનહા, કા તું કું હેય, ચ્યે તો આતેં એને તુયે ચ્ચાહાન માન દેને, એને ચ્યાહાય તો આગના પાળી.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું મા વચન વોનાયેહે એને માન દોવાડયોહો ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાલ મિળી ગીયહા, ચ્યાલ ડોંડ નાંય દી, બાકી અનંતકાળના મોરણા માઅને બોચી ગીયહો એને પેલ્લો અનંતજીવનામાય જાય હોકહયો.”
બાકી હોરગામાઅને યેનલી બાખે ઓહડી હેય કા તી જોવે કાદો ખાય તે તો નાંય મોએ.
તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
ઈ વોનાયને યહૂદી લોકહાય આખ્યાં, “આમી આમહાન ખાત્રી ઓઈ ગિઇ કા તોમાય બુત હેય, આબ્રાહામ મોઓઈ ગીયો, એને ભવિષ્યવક્તા બી મોઓઈ ગીઅલા હેય, એને તું આખતોહો કા જીં માઅહું મા વચન પાળી તી કોઇ દિહી નાંય મોઅરી.
તેરુંબી તુમા ચ્યાલ નાંય જાંએત બાકી ચ્યાલ આંય જાંઅતાહાંવ, એને જો આંય આખું કા ચ્યાલ આંય નાંય જાઅઉ, તોવે આંય તુમહે રોકો ઠોગ બોનહી, આંય ચ્યાલ જાઅતાહુ એને ચ્યા આગના પાળહુ.
બોરહો કોઅના લીદેજ હનોખ નાંવા માઅહાલ પોરમેહેર હોરગામાય લેય ગીયો, એટલે તો મોરણા અનુભવ નાંય કોએ, એને કાદાલુજ ચ્યા કુડી નાંય મિળી. એને પોરમેહેર ચ્યાલ હોરગામાય લેય જાયના પેલ્લો ચ્યાથી પ્રસન્ન આતો, જેહેકેન કા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય.
બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.