24 મું એઇન ન્યાય નાંય કોઅતા, બાકી યોગ્ય ન્યાય કોઆ.”
કોલાહાક યેરૂસાલેમ શેહેરાવાળા આખે, “કાય ઓ તો નાંય હેય યહૂદી આગેવાન માઆઇ ટાકાં કોશિશ કોઅતાહા?
તુમા માઅહા વિચારાકોય ન્યાય કોઅતાહા, આંય કાદા ન્યાય નાંય કોઉ.
તુમા કેવળ જીં હામ્મે હેય, ચ્યા ચ્યે વાતહેલુજ એઅતાહા. ઓહડયે જો કાદાલ પોતાના બારામાય ઓ બોરહો હેય કા આંય ખ્રિસ્તા હેય તે ઇબી જાંઆય લા કા જેહેકેન તો ખ્રિસ્તા હેય, તેહેકોયનુજ આમા બી ખ્રિસ્તા હેય.
ઓ મા બાહાબોઅયેહેય, તુમા આપહે મહિમામય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો રાખતાહા યાહાટી તુમહામાય ભેદભાવા વિચાર નાંય રોય.
તે કાય તુમાહાય યોકા-બિજા ભેદભાવ નાંય કોઅયોહો એને કાય તુમા ખારાબ વિચારાહાકોયન ન્યાય કોઅનારા નાંય બોન્યાહા?
બાકી તુમા ભેદભાવ કોઅતાહા, તે તુમા પાપ કોઅતાહા, એને નિયમ તુમહાન દોષી ઠોરવેહે.