56 જીં માઅહું મા શરીર ખાહાય એને મા લોય પીઅરી તો માંયેમાય રોહોય એને આંય ચ્યામાય રોહુ.
જોવે આંય જીવતો પાછો યીહીં, તોવે તુમા જાંઆય લાહા, કા આંય મા આબહામાય હેતાઉ, એને તુમા માંયેમાય હેતા, એને આંય તુમહેમાય હેતાઉ.
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય પોતાલ ઓહડા લોકહાન દેખાડતાહાવ, જ્યેં માયેવોય પ્રેમ કોઅતેહે, એને મા આગના પાળતેહે, એને મા આબહો ચ્યાવોય પ્રેમ કોઅરી, એને આપા ચ્યા પાહે યાહાવ, એને ચ્યાઆરે રાહાવ.
કાહાકા મા શરીર હાચ્ચાં ખાઅના હેય એને મા લોય હાચ્ચાં પિઅના હેય.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.
તુમહાય ખ્રિસ્તાવોય જોવે બોરહો કોઅયો તોવે જીં હાચ્ચાં વચન તુમા વોનાયાહા, તીંજ તુમહામાય બોની રોય, જો તી તુમહામાય બોની રોહે, તે તુમાબી પોરમેહેર આબો એને પોહામાય બોની રાહા.
એને જો કાદો પોરમેહેરા આગના પાલન કોઅહે, તો પોરમેહેરાઆરે એને પોરમેહેર ચ્યાઆરે એકતામાય રોહોય, એને યાથી, એટલે ચ્ચે પવિત્ર આત્માથી જીં ચ્ચાય આપહાન દેનહા, આપા જાંઅતેહે, કા પોરમેહેર આપહેઆરે એકતામાય રોહોય.
પોરમેહેરાલ કાદેબી કોદહી નાંય દેખ્યહો, બાકી આપા યોકબિજાલ પ્રેમ કોઅજેહે, તે પોરમેહેર આમહેમાય વોહતી કોઅહે, એને ચ્યા પ્રેમ આપહામાય સિદ્ધ ઓઅતા જાહાય.
વોનાયા, આંય તુમહે રુદયામાય યાંહાટી, આંય ચ્યા માઅહા હારકો હેતાંવ જેહેકેન ગોઆ બાઆ ઉબલો હેય એને બાઅણા ખોખડાવેહે, જો તુમા મા આવાજ વોનાતેહે એને તુમહે રુદય ઉગાડતેહે તે આંય માજા યીહીં એને આપા યોકબીજાઆરે સંગતી કોઅહુ.