Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:38 - ગામીત નોવો કરાર

38 કાહાકા આંય મા મોરજી પુરી કોઅરાહાટી નાંય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા મોરજી પુરી કોઅરાહાટી હોરગામાઅને યેનહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:38
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”


કાદાં માઅહું હોરગામાય નાંય ગીયહા બાકી કેવળ આંય, માઅહા પોહો હોરગામાઅને નિચે ઉતી યેનહો.


કાહાકા પોરમેહેરે ચ્યા પોહાલ દુનિયા લોકહાવોય ડોંડ દાં નાંય દોવાડયો, બાકી ચ્યાકોય દુનિયા લોકહા તારણ કોઅરાહાટી દોવાડયો.


“જો હોરગામાઅને યેહે, તો બોદહા કોઅતો મહાન હેય, જો દોરત્યેવોયને યેહે તો દોરત્યેવોયને હેય એને દોરતીજ વાતો કોઅહે, એને જો હોરગામાઅને યેહે તો બોદહા ઉચે હેય.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.


“આંય પોતે કાય નાંય કોઇ હોકતાહાવ, આંય લોકહા ન્યાય તેહેકેન કોઅતાહાંવ, જેહેકેન પોરમેહેર આબો માન ચ્યાહા ન્યાય કોઅરા આખહે, એને મા ન્યાય હાચ્ચો હેય, કાહાકા આંય મા મોરજયેકોય નાંય ન્યાય કોઉ, બાકી મા દોવાડનારા મોરજયેકોય કોઅહુ.


ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, પોરમેહેરા મોરજી ઈ હેય, કા “પોરમેહેરાય જ્યાલ દોવાડયોહો, ચ્યાવોય તુમહાય બોરહો કોઅરા જોજે.”


કાહાકા જીં બાખે હોરગામાઅને યેહે એને દુનિયા લોકહાન જીવન દેહે, તીજ પોરમેહેરા બાખે હેય.”


એને ચ્યાહાય આખ્યાં, “ઓ યોસેફા પોહો ઈસુ હેય કા નાંય, ચ્યા આયહે-આબહાલ આપા વોળાખજેહે? તોવે તો એહેકેન કાહા આખહે કા આંય હોરગામાઅને યેનહો?”


જેહેકેન જીવતા આબહે માન દોવાડયોહો એને આંય આબહા લેદે જીવતો હેતાંવ, તેહેકેન તોબી જો મા શરીર ખાહે તો મા લેદે જીવતો રોય.


કાહાકા ખ્રિસ્તાય પોતાનાલ ખુશ નાંય કોઅયા, બાકી જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “તે નિંદા કોઅનારાહાય મા નિંદા કોઅયીહી.”


તો ઉચે ચોડયો, એટલે ઈ હેય, કા જોવે તો હુળીખાંબાવોય મોઅયો, તે પેલ્લા તો દોરત્યે નિચે મોઅલાહા જાગો અધોલોકમાય બી ગીઅલો આતો.


એને ઈસુ પોરમેહેરા પોહો ઓઅવાથીબી ચ્યાય દુઃખ ઉઠાવાથી આગના પાળના શિક્ષણ લેદા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ