Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:27 - ગામીત નોવો કરાર

27 જીં ખાઅના બોગડી જાહે ચ્યાહાટી મેહનાત મા કોઅહા, બાકી જીં ખાઅના અનંતજીવના લોગુ ટોકનારા હેય ચ્યાહાટી મેહનાત કોઆ. તી તુમહાન માઅહા પોહો દી, કાહાકા પોરમેહેર આબહે ચ્યાલ એહેકેન કોઅના ઓદિકાર દેનલો હેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:27
69 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો આજુ બોલીજ રીયેલ ઓલાહામાયજ યોક ઉજળા વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅરે પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.


એને જ્યેં ડાબી બાજુ હેતેં ચ્યે સાદામાટે અનંત નાશમાય જાય, બાકી ન્યાયી લોક અનંતજીવનામાય પ્રવેશ કોઅરી.”


હોરગામાઅને પોરમેહેરાય ઈસુ બારામાય આખ્યાં કા, “ઓ મા પ્રિય પોહો હેય, યાથી આંય ખુશ હેતાંવ.”


“આપહેહાટી દોરત્યેવોય મિલકાત મા બોઈ થોવહા, કાહાકા જાં કિડે એને કાટ બોગડાવતેહે, એને જાં બાંડ ગુઉ તોડીન ચોરી કોઅઇ લેય જાતાહા.


ઈસુય ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા, બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”


હોરગામાઅને પોરમેહેરાય ઈસુલ આખ્યાં કા, “તું મા પ્રિય પોહો હેતો, તોથી આંય ખુશ હેય.”


તોવે યોક વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅને પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.


એને પવિત્ર આત્મા શરીરા રુપ લેઈને કબુતરા હારખા ચ્યાવોય ઉત્યા, એને હોરગામાઅને પોરમેહેરાય ઈસુલ આખ્યાં કા, “તું મા પ્રિય પોહો હેતો, તોથી આંય ખુશ હેતાંવ.”


એને વાદળાં માઅને આવાજ જાયો કા, “ઓ મા પોહો મા પોસાન કોઅલો હેય, ચ્યા આખલા વોનાયા.”


એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.


એને આંય જાંઅતાહાંવ કા સાદા મા વોનાતોહો, બાકી જીં ગીરદી આજુ-બાજુ ઉબલી હેય, ચ્યાહા લીદે માયે મોઠેરે બોંબલીન આખ્યાં, જ્યાથી ચ્યા બોરહો કોએ, કા તુયે માન દોવાડયોહો.”


ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.


જોવે આંય ચ્યાહામાય ચમત્કાર નાંય કોઅતો, જો બિજા કાદે નાંય કોઅયા, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાય માન એને મા આબહાય જીં કાય કોઅયા તી દેખ્યા બી, તેરુંબી ચ્યાહાય આમહે આરે આડાઇ કોઅયી.


કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.


યાહાટી કા, જીં માઅહું માયેવોય બોરહો કોઅહે ચ્યાલ અનંતજીવન મિળહે.


બાકી જીં માઅહું ચ્યા સાક્ષી માનહે તો સાબિત કોઅહે કા, પોરમેહેર હાચ્ચો હેય.


કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”


આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા જો કાદો બોરહો કોઅહે, ચ્યાલ અનંતજીવન મિળલા હેય.


જીવના બાખે જીં હોરગામાઅને ઉતી યેનલી હેય તી આંય હેય. યે બાખ્યેમાઅને જોવે કાદો ખાય, તો સદાકાળ જીવી, એને જીં બાખે આંય દિહી તી દુનિયા લોકહા જીવનાહાટી મા શરીર હેય.”


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા, જોવે તુમા માઅહા પોહા શરીર નાંય ખાહા એને ચ્યા લોય નાંય પીયહા તોવે તુમહેમાય જીવન નાંય રોય.


બાકી જીં માઅહું મા શરીર ખાહે, એને મા લોય પીઅરી, ચ્યાલ અનંતજીવન મિળી ગીયહા એને ચ્યાલ આંય છેલ્લે દિહે પાછો જીવતો કોઅહી.


ઈ બાખે તીજ હેય, જીં હોરગામાઅને યેનલી હેય, જેહેકેન તુમહે આગલ્યા ડાયહાય ખાદી એને ચ્યા મોઅઇ ગીયા, તોહડી બાખે નાંય, ઈ બાખે જીં માઅહું ખાય, તો સાદા જીવતો રોય.”


એને જોવે તુમા માઅહા પોહાલ જાં તો પેલ્લો આતો તાં ઉચે ચ્યાલ પાછો જાતો એઅહા, તોવે કાય ઓઅરી?


સિમોન પિત્તરે ચ્યાલ જાવાબ દેનો, “ઓ પ્રભુ, આમા કા પાય જાજે? અનંતજીવના વાતો તોપાય હેય.


યોકતે આંય પોતે મા બારામાય સાક્ષી દેતહાવ, એને બિજો જ્યેં માન દોવાડલો હેય, તો આબો મા બારામાય સાક્ષી દેહે.”


પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.


“ઓ ઈસરાયેલ લોકહાય, યો વાતો વોનાયા, નાજરેત ગાવામાઅને ઈસુ યોક ઓહડો માઅહું આતો, ચ્યા ચમત્કારા કામ એને નોવાયે કામ એને ચિન્હા કોય ચ્યાલ પોરમેહેરાય તુમહે હોમ્મે સાબિત કોઅલો આતો, તુમા પોતે ઈ જાંઅતાહા કા ઈ હાચ્ચાં હેય.”


આબ્રાહામા સુન્નત કોઅના પેલ્લા ચ્યાય પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય બોરહો કોઅયો એને યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો, ચ્યાવોય સિક્કો તરીકે સુન્નતા નિશાણી લાવી, એહેકેન યાહાટી કા તો બોદહા આબહો બોને, જ્યેં સુન્નત કોઅયા વોગર પોરમેહેરાવોય બોરહો કોઅતેહે, જેથી ચ્યાહાબી પોરમેહેરાવોય બોરહો કોઅના ચ્યાહાન ન્યાયી ઠોરવે.


કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.


માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.


બિજા લોક માન પ્રેષિત નાંય માનેત, બાકી તુમહાય તે માન પ્રેષિત માના જોજે, કાહાકા આંય તોજ હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર આખા યેનલો, પ્રભુ ઈસુમાય તુમહે બોરહો ઈ સાબિત કોઅહે કા આંય હાચ્ચોજ પ્રભુ ઈસુ પ્રેષિત હેય.


આમહાય આમહે દિયાન ચ્યાવોય નાંય કોઅયા, જીં દેખાયેહે બાકી ચ્યાવોય, જીં દેખાય નાંય. કાહાકા જીં કાય દેખાયેહે, તી ગેડી બોયજ હેય બાકી જીં દેખાય નાંય તી અનંતકાળા હેય.


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


કાહાકા પોરમેહેર તુમહે મોનામાય હારો વિચાર દેહે, એને પોરમેહેરુજ હેય જો ચ્યા હારાં વિચારાનુસાર કામ પુરાં કોઅરાહાટી ગોતી બી દેહે.


ઓ ઉદ્દેશ પુરો કોઅરાહાટી આંય ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઇન કોઠીણ મેઅનાત કોઅતાહાંવ, જીં સામર્થ્ય ખ્રિસ્ત દેહે એને જો માંયેમાય કામ કોઅહે.


યા બોદા રીતિરિવાજ કાય કામા નાંય હેય, કાહાકા યા માઅહા બોનાડલા નિયમ એને દુનિયા શિક્ષણ હેય.


દોરતીવોઅને વસ્તુહુ બારામાય નાંય બાકી ઉચે હોરગામાઅને વસ્તુહુ બારામાય કાયામ વિચાર કોઅતે રા.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


તેરુંબી પોરમેહેરાય જો પાક્કો પાયો ટાકલો હેય, તો મજબુત હેય, એને ચ્યાવોય યા શબ્દા સિક્કો છાપલો હેય, “પ્રભુ ચ્યા પોતે લોકહાન જાંઅહે,” એને “જીં કાદાબી પ્રભુ ભક્તિ કોઅહે ચ્યાલ ખારાબ કામ નાંય કોઅરા જોજે.”


હાચવીન રોજા કા તુમહે વોચમાય કાદો વ્યબિચારી માઅહું નાંય રોય, એને નાંય આબ્રાહામા પોહો એસાવા હારકો ખારાબ રોય. જ્યાંય યોકુજ વેળાયે ખાઅનાહાટી પોતાના જેઠો પોહો ઓઅના ઓદિકાર વેચી દેનો.


યાહાટી આમા ચ્યા આરામા જાગામાય જાંહાટી પુરી ઇંમાતથી કોશિશ કોઅતે, કાય એહેકેન નાંય ઓએ, કા ચ્યા લોકહા હારકા આપા પોરમેહેરા આગના નાંય પાળવાથી ચ્યા જાગામાય જાંહાટી રોય જાજે.


દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.


કાહાકા પવિત્રશાસ્ત્ર ઈ આખહે, “બોદા લોકહા જીવ ગાહીયા હારકા હેય એને ચ્યાહા બોદી સોબા ગાહીયા ફુલા હારકી હેય, ગાહીયા ઉખાય જાહાય, એને ફુલેં ટુટી પોડતેહે.


આમા ચ્યાઆરે પવિત્ર ઉચા ડોગાવોય આતા, જોવે ચ્યાલ પોરમેહેર આબા પાઅને આદર એને મહિમા દેનલી ગીયી, ચ્યે સમયે ચ્યાપાય પ્રતાપમય મહિમા એટલે પોરમેહેરાપાઅને ઓહડો આવાજ ઈ આખતા યેનો, “ઓ મા પોતાનો પ્રિય પોહો હેય, જ્યાથી આંય પ્રસન્ન હેતાઉ” આમહાય પોતે હોરગામાઅને યેતાં ચ્યા આવાજાલ વોનાયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ