36 બાકી માયેપાંય યોહાના સાક્ષી કોઅતી મોઠી સાક્ષી હેય, જીં કામ આબહે માન પુરાં કોઅરાહાટી દેનહા, તીંજ કામ જીં આંય કોઅહુ મા બારામાય સાક્ષી દેહે, કા આબહે માન દોવાડલો હેય.
ઈસુવાય જાવાબ દેનો, “જીં તુમા વોનાતાહા એને એઅતાહા, તીં બોદા જાયને યોહાનાલ આખી દા.”
ચ્યે ચ્યાહાન આખ્યાં, “તુમા માન કાય કોઅરા હોદેત? તુમહાન માલુમ નાંય આતા, કા આંય મા આબહા ગોઅમેજ ઓરા જોજે?”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન આખી દેના, એને તેરુંબી તુમા બોરહો નાંય કોએત, જીં કામ આંય મા પોરમેહેર આબહા ઓદિકારા કોઇ કોઅતાહાંવ તીજ મા સાક્ષી હેય.
બાકી ચ્યાહામાઅને કોલહેક જાંએ આખા, “લાગ્યેં, કા જ્યેં આંદળાલ દેખતો કોઅયેલ તો લાજરસાલ મોઅનાથી બોચાવી હોકતો?”
જોવે આંય ચ્યાહામાય ચમત્કાર નાંય કોઅતો, જો બિજા કાદે નાંય કોઅયા, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાય માન એને મા આબહાય જીં કાય કોઅયા તી દેખ્યા બી, તેરુંબી ચ્યાહાય આમહે આરે આડાઇ કોઅયી.
જીં કામ તુયે માન કોઅરાહાટી દેનેલ, તી માયે પુરાં કોઇન દોરતીવોય તો મહિમા કોઅલી હેય.
જોવે ઈસુ યેરૂસાલેમ શેહેરામાય પાસ્કા સણામાય આતો, તોવે બોજ લોકહાય ચ્યા ચમત્કારાહાલ એઇન ચ્યાવોય બોરહો કોઅયો.
કાહાકા પોરમેહેરે ચ્યા પોહાલ દુનિયા લોકહાવોય ડોંડ દાં નાંય દોવાડયો, બાકી ચ્યાકોય દુનિયા લોકહા તારણ કોઅરાહાટી દોવાડયો.
તો રાતી ઈસુવાપાય યેનો, એને ચ્યાલ આખ્યાં કા, “ઓ ગુરુજી, આમહાન ખોબાર હેય કા, પોરમેહેરાય તુલ આમહાન હિકાડાંહાટી દોવાડલો હેય, કાહાકા જ્યા ચમત્કાર તું કોઅતોહો, જોવે પોરમેહેર ચ્યાઆરે નાંય રોય તોવે ચ્યા ચમત્કાર કાદાં માઅહું નાંય દેખાડી હોકે.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.
બાકી યોક બિજો હેય તો મા સાક્ષી દેહે, એને આંય જાઅતાહુ કા મા બારામાય તો જીં સાક્ષી દેહે, તી હાચ્ચી હેય.
“ઓ ઈસરાયેલ લોકહાય, યો વાતો વોનાયા, નાજરેત ગાવામાઅને ઈસુ યોક ઓહડો માઅહું આતો, ચ્યા ચમત્કારા કામ એને નોવાયે કામ એને ચિન્હા કોય ચ્યાલ પોરમેહેરાય તુમહે હોમ્મે સાબિત કોઅલો આતો, તુમા પોતે ઈ જાંઅતાહા કા ઈ હાચ્ચાં હેય.”
જોવે આપા માઅહા સાક્ષી માનજેહે, તે પોરમેહેરા સાક્ષી તે ચ્ચા કોઅતી મહાન હેય એને પોરમેહેરા સાક્ષી ઈજ હેય, કા પોરમેહેરાય ચ્યા પાહા બારામાય સાક્ષી દેનહી.