9 તોવે ચ્ચે સમરૂની થેઅયે ચ્યાલ આખ્યાં, “તું યોક યહૂદી હેય, એને આંય સમરૂની થેએ હેત્યાંવ, તે તું માપાયને પીયાંહાટી કાહા પાઆઈ માગતોહો?” કાહાકા યહૂદી લોક સમરૂની લોકહાઆરે કોઅહોજ વ્યવહાર નાંય રાખેત.
યા બાર શિષ્યહાન ઈસુવે એહેકેન આખીન દોવાડયા કા: “ગેર યહૂદી લોકહામાય જાતા મા, એને સમરૂના કોઅહાબી શેહેરામાય ઉરાયાહા મા.
બાકી યોક સમરૂન ભાગા માઅહું વાટે જાતા એલો આતો ચ્યા માઅહા પાય યેય પોઅચ્યો, એને ચ્યાલ એઇન ચ્યાલ દયા યેની.
ઓલહામાય ચ્યા શિષ્ય યેય ગીયા, એને ચ્યા નોવાય પામા લાગ્યા કા તો થેએયે આરે બોલહે, બાકી કાદે નાંય પુછ્યાં, કા “તુલ કાય જોજે?” કા “કાયલા તું ચ્યે આરે બોલતો આતો?”
યહૂદી આગેવાનહાય ઈ વોનાયને ચ્યાલ જાવાબ દેનો કા, “આમા હાચ્ચાં આખજે કા તું સમરૂની હેતો એને તોમાય બુત હેય.”
બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”
તોવે પિત્તરે ચ્યાહાન આખ્યાં, “તુમા જાંઅતાહા કા ગેર યહૂદી લોકહાન મિળના એને ચ્યાહા ઈહીં જાયના આમે યહૂદી લોકહાહાટી યહૂદી નિયમા વિરુદ હેય, બાકી પોરમેહેરે માન આખ્યાં કા કાદા માઅહાલ અપવિત્ર એને અશુદ્ધ નાંય આખું.
યાહાટી યાફા શેહેરમાય માઅહે દોવાડીન સિમોનાલ જ્યાલ પિત્તર આખાયેહે, ચ્યાલ હાદિલે, તો દોરિયા મેરાવોય સિમોન જો, ચામડાહા ધંદો કોઅનારા ગોઅમે રોય રિઅલો હેય, જોવે તો યેઅરી, તોવે તો તુમહાન પોરમેહેરાઇહીને યોક સંદેશ આખી.